GANDHINAGAR: સેકટર ૪માં અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ તાલીમ સંપન્ન
ગાંધીનગર
ગાંધીનગર સેકટર ૪ના ઓમકારેશ્વર મંદિર પરિસર ખાતે તાજેતરમાં અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટની એક દિવસીય તાલીમનું આયોજન કરાયું હતું. નાયબ બાગાયત અધિકારીશ્રી તેમજ કર્મજયોત ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો પચાસ લાભાર્થીઓએ લાભ લીધો હતો. તાલીમના અંતે લાભાર્થીઓને કિચન ગાર્ડનની કીટ તેમજ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી વિમળાબેન સોલંકી તેમજ બાગાયત અધિકારી અને તેમના અન્ય અધિકારીઓએ ઉપસ્થિત રહી લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

