નવા વર્ષે પણ ભૂમાફિયાઓ વિરુદ્ધ તંત્રની કામગીરી, ૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ કે. દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા સરકારશ્રીની મહેસુલી આવકમાં ઉતરોત્તર વધારો કરવાના હેતુથી તથા બિનઅધિકૃત ખનિજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો સામે દંડકીય રકમની વસુલાત કરી સરકારશ્રીની રોયલ્ટીની આવકમાં વધારો થાય તે હેતુથી અત્રેની કચેરીની ક્ષેત્રિય ટીમ સતત ચેકિંગ અંગેની કામગીરી કરવામાં આવે છે. જે બાબતે અત્રેની કચેરીની ક્ષેત્રિય ટીમ દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં બિનઅધિકૃત વહન કરતા કુલ ૦૬ ડમ્પર વાહનો પકડવામાં આવેલ જેમાં મોજે. શેરથા, તા.કલોલ, જી.ગાંધીનગર શેરથા-કલોલ રોડ પરથી (૧) ડમ્પર વાહન નં GJ-08-AY-2060 ના વાહન માલિકશ્રી મોન્ટુભાઈ દ્વારા બિનઅધિકૃત સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ ખનિજ ભરી વહન કરતા પકડવામાં આવેલ, મોજે. પુન્દ્રાસણ, તા.કલોલ, જી.ગાંધીનગર ના પુન્દ્રાસન ચોકડી ખાતેથી (૨) ડમ્પર વાહન નં GJ-09-AW-0230 ના વાહન ભરતભાઈ ઓંડ દ્વારા બિનઅધિકૃત સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ ખનિજ ભરી વહન કરતા પકડવામાં આવેલ. મોજે. ટીંટોડા, તા., જી.ગાંધીનગર ના ટીંટોડા રોડ પરથી (૩) ડમ્પર વાહન નં NL-06-A-6470 ના વાહન માલિક શ્રી મુકેશભાઈ પંચાલ દ્વારા બિનઅધિકૃત સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડવામાં આવેલ. મોજે. આંધના, તા.કલોલ, જી.ગાંધીનગર ના આંધના –કલોલ રોડ પરથી (૪) ડમ્પર વાહન નં GJ-24-X-4314 ના વાહન પ્રભાતભાઈ રબારી દ્વારા બિનઅધિકૃત સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડવામાં આવેલ. મોજે. ગીયોડ, તા.જી.ગાંધીનગર ના ગીયોડ ગામ પાસેથી (૫) ડમ્પર વાહન નં GJ-18-BW-6804 ના વાહન માલિકશ્રી વિક્રમભાઈ ઓડ દ્વારા બિનઅધિકૃત સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા પકડવામાં આવેલ આમ, કુલ ૦૭ વાહનોની આશરે કુલ ૨.૧૦ કરોડ અને ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ઉપરોક્ત જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

