RBIએ આ ચાર બેંકો પર ફટકાર્યો મસમોટો દંડ, જોઈ લો આમા તમારી બેંક તો નથી ને ?
ન્યુ દિલ્હી :
ભારતીય રિઝર્વ બેંકે બંધન બેંક પર એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બંધન બેંકમાં પ્રમોટર્સનો હિસ્સો ઘટાડીને 40 ટકા પર નહી લાવવાને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે.
આ કારણે ફટકાર્યો દંડ
બંધન બેંકે સંપૂર્ણ બેંકિંગ કારોબાર શરૂ કર્યાનાં ત્રણ વર્ષની અંદર આ હિસ્સેદારી બેંક ફ્રેન્ચાઈઝીની ચૂકવણી કરેલ મૂડીનો 40 ટકા કરવાનો હતો. વર્ષ 2014માં બંધન બેંકને સામાન્ય બેંકિંગ લાયસન્સ પ્રાપ્ત થયુ છે, ત્યારબાદ વર્ષ 2015માં બંધન બેંકે પૂર્ણ બેંકનાં રૂપમાં કામ કરવાનુ શરૂ કર્યુ હતુ.
જનતા સહકારી બેંકેને દંડ
ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પૂણેની જનતા સહકારી બેંક લિમિટેડ પર એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ આ દંડ નિયમોનાં ઉલ્લંઘનને લઈને લગાવ્યો છે.
પિપલ્સ કો-ઓપરેટિવ બેંક પર દંડ
તેના સિવાય આરબીઆઈએ નિર્દેશોનું પાલન ન કરવા પર જલગાંવ પિપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર 25 લાખનો દંડ લગાવ્યો છે.
તામિલનાડુ મર્કેન્ટાઈલ બેંક પર દંડ
આરબીઆઈએ તેની પહેલાં તામિલનાડુ મર્કેન્ટાઈલ બેંક પર મોટો દંડ લગાવ્યો છે. તામિલનાડુ મર્કેન્ટાઈલ બેંક પર ફ્રોડ ક્લાસિફિકેશન અને નોટિફિકેશનનાં નિયમોનું ઉલ્લંઘન કરવાને લઈને આરબીઆઈએ બેંક પર 35 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
આ સંબંધમાં કેન્દ્રીય બેંકે 24 ઓક્ટોબર 2019ને આદેશ આપ્યો હતો. 25 ઓક્ટોબરે આરબીઆઈએ પ્રકાશનમાં કહ્યુ હતુકે, તામિલનાડુ મર્કેન્ટાઈલ બેંકે તેનાં દિશાનિર્દેશોનું પાલન કર્યુ નથી. બેંકે નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે, પ્રકાશનમાં કહેવામાં આવ્યુ છેકે, બેંકે ફ્રોડ ક્લાસિફિકેશન એન્ડ રિપોર્ટિંગ બાઈ કોમર્શિયલ બેંક અને સિલેક્ટેડ નિર્દેશોના અમુક પ્રાવધાનોનું પાલન કર્યુ નથી.