એક સમયે દુનિયાનું ધનકુબેર આ શહેર આજે આવ્યું મંદિના ભરડામાં, ચીન કારણભૂત – Manzil News

એક સમયે દુનિયાનું ધનકુબેર આ શહેર આજે આવ્યું મંદિના ભરડામાં, ચીન કારણભૂત

હોંગકોંગ :

છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શન હોંગકોંગની અર્થવ્યવસ્થા માટે ઘાતક સાબિત થયા છે હોંગકોંગની ઈકોનોમી મંદીની ઝપેટમાં આવી ગઇ છે.

શહેરના નાણા સચિવે જણાવ્યું કે હાલ પ્રદર્શન થાંભવાનું નામ લઇ રહ્યા નથી, જેના કારણે ચાલું વર્ષે હોંગકોંગની ઈકોનૉમીમાં કોઇ પણ પ્રકારનો વધારો થાય તેવી કોઇ સંભાવના દેખાઇ રહી નથી. આ વિરોધ ચીન સરકાર દ્વારા ચલાવવામાં આવેલા પ્રત્યર્પણ બિલ વિરુદ્ધ થઇ રહ્યું છે.

હોંગકોંગના નાણા સચિવ પૉલ ચેને એક બ્લોગમાં લખ્યું કે- અમારી અર્થવ્યવસ્થા માટે ઝટકો ખુબ જ મોટો છે. ત્રિમાસિક જીડીપી માટે ગુરુવારે આવેલા પ્રાથમિક અનુમાનથી જાણવા મળી રહ્યું છે કે સતત બેમાસિકમાં અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે, જેણે ટેકનિકલ પરિભાષા પ્રમાણે મંદી કહેવાય છે.

એક ન્યૂઝ એજન્સી પ્રમાણે, તેમણે એવું પણ જણાવ્યું છે કે હવે તો 0 થી 1 ટકાનો વર્ષનો આર્થિક ગ્રોથને હાસિલ કરવાના સરકારનું લક્ષ્યાંક પણ પાર પાડવું ભારે લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રવિવારે હોંગકોંગમાં અમુક મુસ્લિમોના પ્રદર્શન થયા છે અને પોલીસ પર આરોપ છે કે તેમણે ઘણી બર્બરતાથી કાર્યવાહી કરી છે.

આ ઘટનામાં ઘણા પત્રકાર પણ ઘાયલ થયા છે. અસમાં પોલીસે મસ્જિદની બહાર પ્રદર્શન કરી રહેલા લોકો પર ફૂવારાથી પાણીનો મારો ચલાવ્યો અને ટ્રિયર ગેસનો ઉપયોગ કર્યો, જેના કારણે ઘણા પત્રકાર ઘાયલ થયા હતા. શહેરના ફોરેન કોરેસ્પોન્ડેંટ ક્લબે એક નિવેદનમાં આ ઘટનાની નિંદા કરતા સ્વતંત્ર તપાસ કરવાની વાત કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *