આંતરરાષ્ટ્રીય

બ્રિટનમાં મતદાનની ઉંમર ઘટીને ૧૬: Democracy માં યુવાનોની ભાગીદારી વધારવા નિર્ણય

બ્રિટન (Britain) માં લોકશાહી (Democracy) ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી સરકારે ગુરુવારે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે ૨૦૨૯ માં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીઓથી મતદાનની લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષથી ઘટાડીને ૧૬ વર્ષ કરવામાં આવશે. ૧૯૬૯માં મતદાનની ઉંમર ૨૧ થી ઘટાડીને ૧૮ વર્ષ કરાયાના લગભગ છ દાયકા પછી આ મોટો Political Reform (રાજકીય સુધાર) આવ્યો છે.

આ નિર્ણયની સાથે, વોટર આઈડી (Voter ID) માટે બેન્ક કાર્ડ (Bank Card) અને વેટરન્સ કાર્ડને (Veterans Card) પણ માન્યતા આપવાની નવી વ્યવસ્થા લાગુ કરી છે. સ્કોટલેન્ડ (Scotland) અને વેલ્સ (Wales) જેવા પ્રદેશોમાં આ નિયમ પહેલેથી જ સ્થાનિક ચૂંટણીઓમાં અમલમાં છે. ઇક્વાડોર (Ecuador), ઓસ્ટ્રિયા (Austria) અને બ્રાઝિલ (Brazil) બાદ બ્રિટન પણ મતદાનની ઉંમર ઘટાડનાર દેશોની હરોળમાં શામેલ થયું છે. બ્રિટનના નાયબ વડા પ્રધાન એન્જેલા રેયનર (Angela Rayner) એ આ નિર્ણયને “ભવિષ્યનો પાયો” ગણાવ્યો છે, જે યુવાનોને જવાબદારીનો અહેસાસ કરાવશે અને લોકશાહીને વધુ મજબૂત બનાવશે. સરકાર મતદાર નોંધણીને વધુ સ્વયંસંચાલિત (Automated) બનાવવાનું અને ચૂંટણીમાં વિદેશી દખલગીરી રોકવા માટે કડક નિયમો લાવવાનું પણ વચન આપ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *