ઘરમાં કેટલું સોનુ પડ્યુ છે ચેક કરી લેજો, સરકારે લઇ લીધો છે આટલો મોટો નિર્ણય.
ન્યુ દિલ્હી :
નોટબંધી બાદ કેન્દ્ર સરકાર વધુ એક મોટુ પગલુ લેવાની તૈયારીમાં છે. રિસિપ્ટ વિના નિશ્વિત મર્યાદા કરતાં વધુ સોનું રાકવા પર તેની જાણકરી ફરજિયાત પણે આપવી પડશે. એક્સ્ટ્રા સોના પર ટેક્સ પણ ચુકવવો પડશે. જો સરકારને જાણકારી ન આપી તો ભારે દંડ ભરવો પડશે. તેને Gold Amnesty Scheme કહી શકાય છે. નાણા મંત્રાલયે આ અંગે પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે.
આ સ્કીમ અંતર્ગત એક નિશ્વિત તારીખ સુધી લોકોએ પોતાના અઘોષિત સોનાની જાણકારી આપવાની રહેશે. જેનું સોનુ લિમિટ કરતાં વધુ નિકળશે તેણે તેના પર ટેક્સ ચુકવવો પડશે. તે પછી જ તે ગોલ્ડ માન્ય ગણાશે.
Gold Amnesty Schemeનો હેતુ સિસ્ટમમાં રહેલા બેહિસાબી સોનાને શોધી કાઢવાનો છે. ઘરમાં સોનુ રાખવાની લિમિટ 500 ગ્રામથી 1000 ગ્રામ રાખવામાં આવી શકે છે. સરકાર કેટલો ટેક્સ વસૂલશે તે અંગે સૂત્રોએ જણાવ્યું કે ટેક્સ 30 ટકા હોઇ શકે છે જે સેસ લગાવીને 33 ટકા થશે. ટેક્સ ચુકવ્યા બાદ જ તે સોનુ માન્ય ગણાશે.
માનવામાં આવી રહ્યું છે કે કાળુ ધન સોના તરીકે પણ મોટી માત્રામાં રહેલુ છે. ગોલ્ડ એમનેસ્ટી સ્કીમ આ જ આઘોષિત સોનાની જાણકારી માટે લાવવામાં આવી રહી છ. હાલ નાણા મંત્રાલયે આ પ્રસ્તાવને કેબિનેટ પાસે મોકલવામાં આવ્યો છે. જો કેબિનેટ તેને મંજૂરી આપી દે તો નિયમ લાગુ થઇ જશે.
જણાવી દઇએ કે ઘોષણા કર્યા વિના હાલ પરણિત મહિલા 250 ગ્રામ સોનુ રાખી શકે છે. પુરુષ 150 ગ્રામ સુધી જ્યારે બાળક 100 ગ્રામ સોનુ પોતાની પાસે રાખી શકે છે. રિપોર્ટ્સ અનુસાર પ્રસ્તાવિત સ્કીમમાં રિસિપ્ટ વિના સોનુ રાખવાની લિમિટ 500 કે 1000 ગ્રામ હોઇ શકે છે.