રાજ્યમાં લેવાઇ રહેલી બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં પેપરના સીલ તૂટેલા હોવાના ઉમેદવારોના આક્ષેપથી ખળભળાટ
ગાંધીનગર :
આજે સમગ્ર રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે સાડા દસ લાખ જેટલા ઉમેદવારો એ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હતી. વિવિધ સેન્ટરો પર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અગાઉ જો કે આ પરીક્ષાને લઇને વિવાદ સર્જાયો હતો, ત્યારે ભારે વિરોધ બાદ એક વાર પુનઃ પરીક્ષા નું આયોજન થયું હતું. ત્યારે પરીક્ષા દરમિયાન પેપરમાં સીલ તૂટેલા હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવતા ખળભળાટ મચી ગયો છે.
બિનસચિવાયલની કલાર્કની પરીક્ષામાં ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો છે. સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે હોબાળો થયો છે. બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં પેપરના સીલ તૂટેલા હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે.