ગુજરાતરાષ્ટ્રીય

બનાસકાંઠાના ભિલડીથી વડાપ્રધાનશ્રી મોદી રીલીઝ કરશે PM કિસાનનો ૨૪મો હપ્તો

ગાંધીનગર તા.૨૮ ઓક્ટોબર –

દેશના ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને સશક્તિકરણ માટે કટિબદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા “પીએમ કિસાન સમ્માન નિધિ” યોજના અંતર્ગત ૨૪મો હપ્તો આગામી તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રીલિઝ કરવામાં આવશે. રાષ્ટ્રીય “પીએમ કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ભિલડી ખાતેથી યોજાશે, જ્યાંથી વડાપ્રધાનશ્રી દ્વારા દેશભરના કરોડો ખેડૂત લાભાર્થીઓના ખાતામાં ડીબીટીના માધ્યમથી સીધી સહાય રકમ જમા કરાવવામાં આવશે.

આ રાષ્ટ્રીય ઉત્સવના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં પણ ખેડૂતોમાં ઉત્સાહનો સંચાર કરવા અને કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સેક્ટર-૧૭ સ્થિત ટાઉનહોલ ખાતે યોજાશે.

આ ઉપરાંત, જિલ્લાના તમામ ખેડૂતો સુધી આ કાર્યક્રમનો સંદેશો અને લાભ પહોંચે તે હેતુથી ગાંધીનગર જિલ્લા પંચાયતની પ્રત્યેક બેઠક દીઠ ૨ કાર્યક્રમો મુજબ સમગ્ર જિલ્લામાં કુલ ૫૬ સ્થળોએ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *