મહારાષ્ટ્ર: સુપ્રીમ કોર્ટે થી ભાજપ ને રાહત, સોમવારે ફરી સુનાવણી
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર ગઠન ને લઈને યાચિકા પર બધા પક્ષો ને નોટીસ મોકલી છે
નવી દિલ્હી/મુંબઈ
શિવસેના, એનસીપી અનો કૉંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે સુનવાઈ કરતા બધા પક્ષો ની દલીલો સાંભળ્યા બાદ સુનવાઈ સોમવારે કરવાનો નિર્ણય કર્યો સાથે સાથે કોર્ટે બધા પક્ષો ને નોટીસ ફાળવી છે. શિવેસેના તરફથી કપિલ સિબ્બલ, એનસીપી તરફથી અભિષેક મનુ સિંધવી તો બીજેપી તરફથી મુકુલ રોહતગીએ દલીલો કરી હતી. રવિવારે થયેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ પાઠવી હતી. આ મામલે હવે સોમવારે સવારે 10.30 વાગ્યે ફરીથી સુનાવણી થશે. કોર્ટમાં દલીલ કરતા શિવસેના તરફથી જણાવવામાં આવ્યું હતું કે, જો અમને મોકો મળે તો અમે આવતીકાલે જ બહુમતિ સાબિત કરી શકીએ છીએ. જ્યારે સરકાર વતી સોલિસિટીર જનરલે એવી દલીલ કરી હતી કે રાજકીય પક્ષોએ સીધા સુપ્રીમ કોર્ટમાં આવવાને બદલે પહેલા હાઇકોર્ટમાં અરજી કરવી જોઇએ.
સુપ્રીમ કોર્ટે રવિવારે ત્રણેય પક્ષોની અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે તે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્ડ્ર ફડણવીસ દ્વારા રાજ્યપાલને સોંપવામાં આવેલો પત્ર આવતીકાલે સવારે 10.30 વાગ્યા સુધી રજૂ કરે, જેમાં તેમણે બહુમતીનો દાવો કર્યો હોય. રવિવારે યોજાયેલી ખાસ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની ખંડપીઠે દેવેન્ડ્ર ફડણવીસ, અજિત પવાર, રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. કેન્દ્ર સરકારે સોમવારે સવારે 10.30 વાગ્યા સુધી સુપ્રીમ કોર્ટમાં આ પત્ર રજૂ કરવો પડશે.
કોર્ટમાં રજૂ થયેલી દલીલો
સૉલિસિટર જનરલની દલીલ : સૉલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે રાજકીય પક્ષોએ સીધા સુપ્રીમ કોર્ટમાં ન આવવું જોઈએ. પાર્ટીઓએ પહેલા હાઇકોર્ટ જવું જોઈએ. ફક્ત સામાન્ય જનતા જ મૌલિક અધિકારોના હનન માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે, રાજકીય પાર્ટી નહીં.
બીજેપીના વકીલની દલીલ : મુકુલ રોહતગીએ બીજેપી તરફથી દલીલ કરતા કહ્યુ કે, રવિવારે શા માટે સુનાવણી થઈ રહી છે. કોઈ મરી તો નથી રહ્યું. આટલી ઉતાવળ શું છે. બે-ત્રણ દિવસ પછી પણ સુનાવણી થઈ શકે છે. સાથે જ તેમણે દલીલ કરી કે બીજા પક્ષને સાંભળ્યા વગર કોઈ નિર્ણય લેવામાં ન આવે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે રાજ્યપાલ કોઈ કોર્ટને જવાબ આપવા બંધાયેલા નથી.
કપિલ સિબ્બલની દલીલ : શિવસેના તરફથી દલીલ કરતા કપિલ સિબ્બલે કહ્યુ કે, અમને મોકો મળે તો અમે કાલે જ બહુમતિ સાબિત કરી શકીએ છીએ. તેમણે માંગણી કરી કે કર્ણાટકની જેમ ઝડપથી બહુમત પરીક્ષણ થાય.
અભિષેક મનુ સિંધવીની દલીલ : સુપ્રીમ કોર્ટમાં એનસીપી તરફથી દલીલ કરતા અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, કેઈ ચીઠ્ઠી રાજ્યપાલને સોંપવામાં આવી. રાજ્યપાલે તાત્કાલિક કેમ શપથ લેવડાવ્યા? સરકારે તમામ ધારાસભ્યોની પરેડ કરાવવાની જરૂર હતી. અમે ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપી દીધો છે. ધારાસભ્યોએ અજીત પવારનો વિરોધ કર્યો છે. 54માંથી 41 ધારાસભ્યોએ અજીત પવારને હટાવવા માટે લખ્યું છે. તેઓ હવે ધારાસભ્ય દળના નેતા નેથી.