રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર સરકાર ગઠન ને સંજય રાઉતે કહ્યો “એક્સીડેન્ટલ શપથગ્રહણ”

મુંબઇ :
મહારાષ્ટ્ર સરકાર ને લઈને ચાલતો ઘટનાક્રમ સવારે કઈ ને સાંજે કઈ એ રીતે બદલાઈ રહ્યો છે જે સમજવો ઘણો મુશ્કેલ છે. મહારાષ્ટ્ર સરકાર ગઠન ને લઈને અજીત પવારે કરેલો વિશ્વાસઘાત રાજનીતિક ઈતિહાસ માં ખોટો મેસેજ છોડી રહ્યો છે. શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત એ ફરી એકવાર મહારાષ્ટ્ર ની નવી સરકાર પર તંજ કટાક્ષ કર્યો છે. શનિવારે થયેલા શપથગ્રહણ સમારોહને એક્સીડેન્ટલ શપથગ્રહણ ગણાવ્યો છે.
સંજય રાઉતે રવિવારે એક ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે, ‘એક્સીડેન્ટલ શપથગ્રહણ’. સંજય રાઉતે શનિવારે પણ દેવેંદ્વ ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી અજિત પવાર ના શપથ ગ્રહણ સમારોહ પર કટાક્ષ કરતાં મરાઠી ભાષામાં ટ્વિટ કરીને પૂછ્યું કે કે શપથ સમારોહ હતો કે સવારે અંતિમ સંસ્કારની ક્રિયા. તો બીજી તરફ શિવસેના મુખપત્ર સામનામાં રવિવારે સંજય રાઉતનો એડિટોરિયલ તો છપાયો નહી પરંતુ બધી હેડ લાઇનો શનિવારે થયેલા રાજનૈતિક ઉલટફેર પર નિશાન સાધતાં લખવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x