ગાંધીનગર

ssv સ્કુલ દ્વારા વિધાર્થીઓને તિરૂપતી રૂષિવનમાં પ્રવાસ લઇ જવાયા.

ગાંધીનગર :

ગાંધીનગર શહેરના સેકટર 3 મા આવેલ એસ. એસ. વી. કેમ્પસ દ્વારા તા.૨૩/૧૧/૨૦૧૯, શનિવાર ના રોજ ધો- ૧ થી ૧૨ ના વિધાર્થીઓ માટે એક પ્રવાસ નુ આયોજન કરાયુ હતુ. તમામ વિધાર્થીઓને વિજાપુર પાસે આવેલ તિરૂપતી રૂષિવનમાં લઇ જવાયા હતા. તમામ વિધાર્થીઓએ જુદી જુદી રાઇડ્સની મજા માણી હતી. તદઉપરાંત વિદ્યાર્થીઓએ અલગ – અલગ રમતોનો આનંદ પણ માણ્યો હતો અને રમતોમાં વિજેતાને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ડિ-જે ના તાલ પર ગરબા કર્યા હતા. આ પ્રવાસ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ માટે ખૂબજ આનંદમય અને યાદગાર રહયો હતો. તેવુ સંસ્થાની એક અખાબારી યાદીમાં જણાવાયુ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x