ગાંધીનગરગુજરાત

ભાવનગર: આરોપી ભાગી જતા ૪ પોલીસકર્મી સસ્પેન્ડ

ભાવનગર
ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાની જેલમાંથી રાજેશ ઉર્ફે રાજુ બાલા સોલંકી અને કિશન ઉર્ફે ટેમો કાબા સોલંકી નામના બંને કેદીઓને સર ટી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બંને કેદીઓએ ફરજ પરના પોલીસ જીતુ નાથા આહિર ઉપર મરચાની ભૂકી છાંટી નાસી છૂટયા હતા.
આ ઘટનામાં પોલીસે જીતુ નાથા આહિર સામે ફરજમાં બેદરકારી બદલ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણ સંદર્ભે એસ.પી. જયપાલસિંહ રાઠાડે જિલ્લા હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા ફોજદાર ડી. ડી. ગોહિલ, એએસઆઈ નલીન પંડ્યા, જમાદાર મહાવીરસિંહ ફત્તેસિંહ અને પોલીસમેન જીતુ નાથા આહિરને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x