બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ: SITની રચના થશે, કલેક્ટર મુખ્યમંત્રી સાથે કરશે બૈઠક
ગાંધીનગર
બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે પરીક્ષાર્થીઓએ કલેક્ટર સાથે વાતચીત કરી હતી. યુવરાજ સિંહ જાડેજાએ બેઠક બાદ કહ્યું કે ગેરરીતિ મામલે SITની રચના થશે. કલેક્ટર મુખ્યમંત્રી સાથે બેઠક યોજી SITની રચનાની જાહેરાત થઇ શકે છે.
કલેક્ટર મુખ્યમંત્રીને મળીને SITની રચના કરશે..યુવરાજ સિંહ જાડેજાએ કહ્યું કે, SITની કાર્યવાહી નિષ્પક્ષ હશે, તો જ આંદોલન સમેટાશે. SITની જાહેરાત નહીં થાય, ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે, અમારી પાસે નક્કર પુરાવા છે, પરીક્ષા રદ નહી થાય ત્યા સુધી અમારૂ આંદોલન યથાવત રહેશે. પ્રતિનિધિઓની માંગણી સ્વીકારવામાં આવી હતી.SITમાં કોઇ નેતા ના હોવો જોઇએ, અસીત વ્હોરા પણ ના હોવા જોઇએ.SITમાં પુરાવા આપીશું તો પરીક્ષા રદ થઇ જ જશે.
ગાંધીનગર કલેક્ટરે જણાવ્યુ કે વિદ્યાર્થીઓની માંગણી અમે સરકાર સુધી પહોચાડીશું. મુખ્યમંત્રી સાથે બેઠક કરીને કલેક્ટર પ્રતિનિધિઓની માગની માહિતી આપશે.