ગાંધીનગરગુજરાત

છ લાખ પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય, સંપૂર્ણ તપાસ થશે: સીએમ રૂપાણી

ગાંધીનગર
બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું ઉમેદવારો પુરાવા સાથે દાવા કરી રહ્યાં છે. ગઇકાલથી ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં યુવાનો સરકાર સામે વિરોધ કરવા માટે એકઠા થયા છે. ગઇકાલે વહેલી સવારથી અત્યાર સુધી આ યુવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં ગઇકાલે આશરે 800 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. આ મામલામાં આજે વિદ્યાર્થી ઉમેદવારોનાં આગેવાનો યુવરાજસિંહ જાડેજા અને હાર્દિકે આજે કલેક્ટરને મળવા ગયા હતા. જ્યાં તેમણે માંગ કરી હતી કે આ મામલામાં SITની રચના થાય અને આ કમિટિમાં કોઇપણ રાજકીય નેતા ન હોય. કલેક્ટરે પણ આ આગેવાનોને તેમની વાત સકારાત્મક રીતે મુખ્યમંત્રી રૂપાણી સુધી પહોંચાડશે તેવી સાંત્વનાં આપી છે. આગેવાનોએ ચિમકી આપતા કહ્યું છે કે, આ એસઆઈટીની રચના થશે પછી જ અમે આંદોલનને શાંત પાડીશું.
આ અંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદનાં એક કાર્યક્રમમાં ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું છે કે, સીએમ વિજય રૂપાણીએ આ અંગે જણાવતા કહ્યું છે. વિદ્યાર્થીઓની લાગણી છે કે, ગૌણ સેવા દ્રારા લેવાયેલી પરીક્ષામાં પેપર લીક થયા છે ગેરરીતિ થઇ છે આ અંગે સરકારનું મન ઘણું ખુલ્લું છે. સંપૂર્ણ તપાસ અને તેના આધારે પગલા લેવા માટે સંમત છે. સરકાર માને છે કે પરીક્ષા આપવા માટે છ લાખથી વધુ લોકોએ જે મહેનત કરી છે તે એળે ન જાય અને જે લોકો ખોટા છે તે લોકો નોકરી ન લઇ જાય. આ બંન્ને બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર સહમત છે. ત્યારે વિદ્યાર્થીઓ પ્રશ્નનાં સોલ્યુસન તરફ આગળ વધે. ઉમેદવારોની કલેક્ટર સાખે બેઠક મળી છે. આ સમસ્યાનું નિરાકરણ થશે. સરકારની લાગણી છે કે પારદર્શી રીતે જ સરકારની ભરતી થવી જોઇએ. વિદ્યાર્થીઓની માંગણીને સરકાર ચોક્કસ ધ્યાન આપશે. અમારી વાતચીત તેમની સાથે ચાલી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x