ગાંધીનગરગુજરાત

દહેગામ-બાયડ માર્ગને પહોળો કરવા માટે રૃા.૩૯ કરોડ ખર્ચાશે

ગાંધીનગર,રવિવાર
આગામી વર્ષમાં ચૂંટણી આવવાની છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અત્યારથી જ રોડ રસ્તાના કામને લીલી ઝંડી આપવાનું પણ શરૃ કરી દીધું છે. પરંતુ દહેગામ બાયડ માર્ગને પહોળો કરવા અંગે ગ્રામજનો તેમજ સ્થાનિક ધારાસભ્યની દરખાસ્તને શરૃઆતમાં સરકારે ગ્રાહ્ય રાખી નહોતી જેના પગલે ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરવાનું નક્કી કર્યું હતું ત્યારે ગ્રામજનોના મુડને પારખીને થોડા દિવસ પહેલા જ સરકારે દહેગામ બાયડ માર્ગને ૭માંથી ૧૦ મીટર પહોળો કરવા માટે મંજુરી આપી દીધી છે. ત્યારે આ કામગીરી પાછળ અંદાજે રૃા.૩૯ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ડીસેમ્બરમાં ગ્રામપંચાયતો અને ત્યારબાદ ર૦૧૭માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સરકાર મતદારોને રીઝવવા માટે અત્યારથી જ કામગીરી શરૃ કરી દીધી છે.

ધારાસભ્યોએ સૂચવેલા માર્ગોના કામોને લીલી ઝંડી આપી દીધી છે અને કાચા માર્ગો બનાવવા ઉપરાંત માર્ગોનું નવીનીકરણ કરવું તથા નવા સીસીરોડ અને માર્ગોને પહોળા કરવા અંગે મંજુરી આપ્યા બાદ સમગ્ર રાજ્યમાં હાલ આ માર્ગો અંગે પેપરવર્ક ચાલી રહયું છે ત્યારે દહેગામ-બાયડ માર્ગ કે જ્યાં ટ્રાફિક વધુ હોવાના કારણે આ માર્ગને પહોળો કરવા માટે વારંવાર માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યએ પણ આ માર્ગને પહોળો કરવા દરખાસ્ત કરી હતી. તેમ છતાં સરકારે તેના લીસ્ટમાં આ માર્ગનું સ્થાન આપ્યું નહોતું.જેના કારણે સ્થાનિક ગ્રામજનો રોષે ભરાયા હતા અને અન્ય માર્ગોને ચક્કાજામ કરવાનું ટાઈમટેબલ ઘડી નાંખ્યું હતું.

ગ્રામજનોના રોષને પારખીને આખરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા દહેગામ બાયડ માર્ગને પહોળો કરવા માટે ખર્ચને મંજુરી આપી દેવામાં આવી છે. દહેગામ બાયડ માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધતા વાહન વ્યવહારને વધુ સરળ બનાવવા માટે આ માર્ગના વાઇડનીંગના કામને મંજુરી આપવામાં આવી છે. રર
કી.મીના માર્ગને ૭માંથી ૧૦ મીટર પહોળો કરવા માટે રૃ।.૩૯ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા આ માર્ગ વાઇડનીંગના ૫૦ ટકા કામને મંજુરી આપવામાં આવી છે. બાકીનું કામ બીજા તબક્કામાં કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *