આપણું ફાઉન્ડેશન ના ‘‘ગજોત્સવ-ટેલેન્ટ શો’’ માં સરકારી શાળાનાં બાળકો છવાયા…
ગાંધીનગર
એવું નથી કે આજની યુવા પેઢી માત્ર વ્યસનમાંજ વ્યસ્ત હોય છે. આપણુ ફાઉન્ડેશનની યુવાટીમે આજે સાબિત કરી બતાવ્યું કે આજની યુવા પેઢીને પણ સામાજીક જવાબદારીનું પૂરેપુરું ભાન છે અને તેને અનુરુપ જવાબદારી સુપેરે નિભાવી છે.
ગાંધીનગરના સેક્ટર-૨૨ ના રંગમચ ખાતે શ્રી સાર્વજનીક ગણેશોસ્તવ સામિતી દ્વારા આપણુ ફાઉન્ડેશન ને એક સુવર્ણ તક આપવામાં આવી હતી જેમાં આપણુ ફાઉન્ડેશન દ્વારા શહેરની સરકારી પ્રાથમિક શાળાના આર્થિક રિતે નબળા પરીવારના બાળકો,, બ્લાઇન્ડ સ્કુલના બાળકો તથા દિવ્યાંગ બાળકોનો અનોખો ‘‘ ટેલેન્ટ શૌ – ગજોત્સવ ’’ યોજવામાં આવ્યો હતો.તે જોઇ રંગમંચ ખાતે ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા દર્શકો ગદગદિત થઇ જવા પામ્યા હતા.
આ કાર્યક્રમનો હેતુ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રોત્સાહીત કરી આર્થિક રિતે પગભર થઇ શકે તે હેતુથી તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો હતો.
ટેલેન્ટ શોમાં ૧૦૦ જેટલા બાળકોએ ભાગ લઇ, ગણેશવંદના, દૃગાપૂજા, નાસિકઢોલ, તબલા, સેન્સરકાર, ડાંગ ડાન્સ, પ્રાચિન ગરબો, દિલ ધડક કરાટે, ઇન્ડિયાવાલે-જય હો-વંદે માતરમ્નો ડાન્સ, મ્યુઝિક શો-બ્લાઇન્ડ સ્કુલ દ્વારા તથા M. J. STYLE નો ડાન્સ સ્પેશ્યિલ ચિલ્ડરન હોમ દ્વારા અને ભરતનાટ્યમ સહિતના વિવિધતા સભાર કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. આ ગજોત્સવ દ્વારા આ શ્રમજીવી બાળકોને સમાજ સાથે જોડવાની તક મળી તેમજ નાગરીકોને પણ તે બાળકોમાં રહેલી આગવી પ્રતિભા અને શક્તિઓની ઓળખાણ થઇ.
શ્રી સાર્વજનીક ગણેશમહોત્સવ સમિતિનાં અધ્યક્ષશ્રી શ્રીમાન નિષિતભાઇ વ્યાસ ની આગેવાનીમાં સફળતા પૂર્વક નું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમને દિપાવવા માટે શ્રી શંકરસિહંજી વાઘેલા (મા. વિરોધ પક્ષના નેતાશ્રી), શ્રી શંભુજી ઠાકોર(ઉપાધ્યક્ષશ્રી ગુજરાત વિધાનસભા), શ્રી ડી.એન. બારોટ(મેડીકલ હેલ્થ ઓફીસર) શ્રી સૂર્યસિંહજી ડાભી (પ્રમુખ, ગાંધીનગર જીલ્લા કોંગ્રેસ સમિતી), કિશોરભાઇ બચાણી (નાયબ મ્યુ. કમિશ્નરશ્રી, AMC),શ્રી જનક ઠક્કર(ફિલ્મ એકટર), શ્રી જયરાજસિંહ સરવૈયા, શ્રી આશાબા સરવૈયા, શ્રી પ્રદિપસિંહ વાઘેલા (વિદ્યા લાયબ્રેરી) ઉપસ્થિત રહીને પ્રેરણાબળ પુરૂ પાડેલ.
આ સમ્રગ કાર્યક્રમનું સફળ સંચાલને શ્રી વિનોદભાઇ ઉદેચા, શ્રી જૈમીન પાઠક તથા શ્રી ધ્રુવ મહેતા દ્ગારા કરવામાં આવેલો.
ઉપરોક્ત ઇવેન્ટના સમાપન બાદ ‘‘આપણુ ફાઉન્ડેશન ’’ સંસ્થાને એક વર્ષ પુરૂં થવા બદલ ઉપસ્થિત મહાનુભાવો તથા સંસ્થાના પદાધીકારીઓ/વોલેન્ટીયર દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવેલઉપરોક્ત ઇવેન્ટમાં કલાકૃતિ રજૂ કરનાર કલાકાર વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબર તથા બીજા નંબરે આવેલ ટીમને ટ્રોફી એનાયત કરાયેલ તથા ભાગ લેનાર દરેક બાળકોને ‘‘ પગરખાં ’’ ભેટ આપીને સંસ્થા દ્વારા ઉત્સાહીત કરેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા આપણુ ફાઉન્ડેશનની ટીમ તથા સરકારી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકો, ગાંધીનગરની દીકરીઓ અને બહેનો જેને આ બાળકોના ટેલેન્ટને બહાર લાવવા માટે તન-તોડ મહેનત કરી છે. અને એમનો સિંહફાળો રહેલ છે. તો આ સફળતાનો શ્રેય આપણુ ફાઉન્ડેશનની દીકરીઓ, બહેનો તથા પુરી ટીમને જાય છે.