ગાંધીનગર કલેકટર મેહુલ દવેએ ધારીસણા ગામની મુલાકાત લીધી
ગાંધીનગર તા.૦૬ ડિસેમ્બર –
કલેક્ટર શ્રી મેહુલ કે. દવે દ્વારા આજરોજ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ધારીસણા ગામની રૂબરૂ મુલાકાત લઈ ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. કલેકટરશ્રીએ લોકોના પ્રશ્નો સાંભળી વહીવટી તંત્રને સુચારું રૂપે કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરની રૂબરૂ મુલાકાત લઈ ત્યાંની આરોગ્ય સેવાઓની ચકાસણી કરી ગ્રામજનોને સારી સુવિધા મળે તેની ખાત્રી કરી હતી. જિલ્લા સમાહર્તા શ્રી દવેએ પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ધારીસણા સેવા સહકારી મંડળીની મુલાકાત લઈ અનાજના જથ્થાની ખાતરી કરી, વજન કાંટામાં તોલ માપ કરાવી ગ્રામજનોને યોગ્ય અનાજનો પુરવઠો મળી રહે તે અંગે ચકાસણી કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

