CAA વિરોધી વિરોધ: કોંગ્રેસ આજે રાજઘાટ ખાતે સત્યાગ્રહ કરશે
નવી દિલ્હી
સોનિયા ગાંધીના નેતૃત્વવાળી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી બંધારણને સુરક્ષાની માંગ માટે સોમવારે બપોરે રાજઘાટ ખાતે ‘સત્યાગ્રહ’ કરશે. મૌન પ્રદર્શન આજે બપોરે 3 વાગ્યાની આસપાસ શરૂ થશે અને રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા સહિતના પ્રદર્શનમાં કોંગ્રેસના જાણીતા નેતાઓ ભાગ લેશે. નાગરિકતા સંશોધન કાયદો અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)ના વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી રવિવારના રોજ દિલ્હીના રાજઘાટમાં થનારા પ્રદર્શનને એક દિવસ માટે ટાળવાનું નક્કી કર્યું છે. હવે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ આવતીકાલે એટલે કે સોમવારે બપોરે 2 થી 8 વાગ્યા સુધી રાજઘાટ પર ધરણા પ્રદર્શન કરશે.
કોંગ્રેસના મહાસચિવ સી. વેણુગોપાલે નિવેદન આપતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના સીનિયર નેતા સોમવારે રાજઘાટના મહાત્મા ગાંધીની સમાધિ પર સત્યાગ્રહ કરશે. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટી આ કાયદાનો વિરોધ કરી રહી છે.સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ વિરોધ પ્રદર્શનમાં જોડાશે. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે.
પહેલાં રવિવાર એટેલે કે આજના રોજ સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા વિરોધ પ્રદર્શન કરવાના હતા. પરંતુ આ પહેલાં જ રવિવારે રામલીલા મેદાનમાં પી.એમ નરેન્દ્ર મોદી આભાર રેલીનું પ્રદર્શન કરશે. તેથી કોંગ્રેસ પાર્ટીએ પોતાના વિરોધ પ્રદર્શનનો દિવસ બદલીને સોમવાર કર્યો છે.