એનપીઆર લાવવાની તૈયારી માં મોદી સરકાર, કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક શરૂ
નવી દિલ્હી
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી રહી છે જેમાં રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) માં અપડેટ્સ માટે ભંડોળ ફાળવવાના પ્રસ્તાવ પર નિર્ણય લઈ શકાય છે. એનપીઆરને અપડેટ કરવાની પ્રક્રિયા આવતા વર્ષે 1 એપ્રિલથી શરૂ થવાની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર એનબીઆરને લગતી દરખાસ્તમાં કેબિનેટની બેઠક માટે નક્કી કરવામાં આવેલા એજન્ડામાં પણ શામેલ છે. એનપીઆર દેશના ‘સામાન્ય નાગરિકો’ ની ગણતરી કરે છે. એનપીઆર માટે, ‘સામાન્ય નાગરિકો’ નો અર્થ એ છે કે જે છેલ્લા છ મહિના અથવા તેથી વધુ સમયથી કોઈ સ્થાનિક વિસ્તારમાં રહે છે અથવા આગામી છ મહિના કે તેથી વધુ સમય સુધી તે વિસ્તારમાં રહેવાની યોજના ધરાવે છે.
સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર માટે છેલ્લો ડેટા 2010 માં એકત્રિત કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2011 ની વસ્તી ગણતરી કરવામાં આવી રહી હતી. આ આંકડાઓ પછી વર્ષ 2015 માં અપડેટ કરવામાં આવ્યા હતા. આ માટે ડોર ટુ ડોર સર્વે કરાયા હતા. તે ડેટાને ડિજિટાઇઝ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે સરકારે નિર્ણય લીધો છે કે આ આંકડાઓ 2021 ની વસ્તી ગણતરી દરમિયાન આસામ સિવાય અન્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ફરીથી અપડેટ કરવામાં આવશે. આ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા એક ગેઝેટેડ સૂચના પ્રકાશિત થઈ ચૂકી છે.