મુખ્યમંત્રીએ સરદાર પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું
ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020નો પ્રારંભ
અમદાવાદ
વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલા સરદારધામ ખાતે મુખ્યમંત્રીએ સરદાર પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ત્યાર બાદ ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020નો પ્રારંભ થયો હતો. આ બિઝનેસ સમિટમાં આવેલા પાટીદાર ઉદ્યોગપતિઓ અને મહેમાનોનું ગુલાબની પાંખડીઓથી સરદારધામ અને આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ સમિટ 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી ચાલશે. તેમજ વડોદરામાં પણ સરદારધામ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરિયાએ જાહેરાત કરી હતી કે, વર્ષ 2022માં સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ સુરતમાં યોજાશે જ્યારે 2024ની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ રાજકોટમાં યોજાશે. વડોદરામાં પણ સરદારધામ બનાવવામાં આવશે.
સમિટના પ્રથમ દિવસે સરદાર આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રતિમા માટે દાન આપનાર રણછોડભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ સિવાય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મહેસુલ મંત્રી કૌશિક પટેલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.