અમદાવાદ શહેરમાં આવતી કાલથી રીવરફ્રન્ટ ખાતે ફલાવર શોનું આયોજન
અમદાવાદ
અમદાવાદ શહેરમાં આવતી કાલથી રીવરફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફલાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર બ્રિજથી એલીસબ્રિજ વચ્ચે આવેલા રીવરફ્રન્ટ ખાતે આ ફ્લાવર શો યોજાશે. આ ફલાવર શો માટે પુરજોશથી તૈયારીઓ ચાલી રહી છે.
અમદાવાદ શહેરમાં આવતીકાલથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે દેશ વિદેશના તમામ રંગબેરંગી ફૂલો મંગાવી એક નવી કળાનો આયોજન કરવામાં આવશે. ફલાવર શોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે અલગ અલગ થીમ પર ફલાવર સ્કલ્પચર બનાવવામાં આવી રહ્યાં છે. દાંડી યાત્રા, ગાંધીજીનો ચરખો, આરોગ્ય જાગૃતિ માટેના અલગ અલગ સ્કલ્પચર ફ્લાવર શોમાં જોવા મળશે.
ફ્લાવર શો માટે ફ્લાવર ગાર્ડન તૈયાર કરવામાં 2થી 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. દર વર્ષે ફ્લાવર શો નિહાળવા માટે લાખોની ભીડ ઉમટતી હોય છે. અંદાજે 8થી 10 લાખ લોકો ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે અનેક નવા નજરાણા ફ્લાવર શોમાં જોવા મળશે.