આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

દિલ્હી સ્થિત અમેરિકી દુતાવાસ માં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી ની ધરપકડ

નવી દિલ્હી
દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસની અંદર પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘટના શનિવારે સવારની હોવાનું કહેવામાં આવ્યું છે. આ મુદ્દે આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. બુધવારે ઘટનાની પુષ્ટિ નવી દિલ્હી જિલ્લાના ચાણક્યપુરી સબ-ડિવિજનની એસીપી પ્રજ્ઞાએ કરી છે. તેમણે જણાવ્યું કે ”ઘટના શનિવારે સવારે લગભગ 9 વાગ્યાની છે. કેસ ત્યારે ખુલ્યો જ્યારે દૂતાવાસમાં રહેનાર એક હાઉસ-કિપીંગ સાથે જોડાયેલા પરિવારની મહિલા (પીડિતા બાળકીની માતા)એ ઘટનાની જાણકારી આપી.
એસીપીના અનુસાર ”પીડિત બાળકી દૂતાવાસની અંદર હાલ ક્વાર્ટર્સમાં પરિવાર સાથે રહેતી હતી. બાળકીના પિતા દૂતાવાસમાં જ હાઉસકીપિંગની નોકરી કરે છે. ઘટનાની સૂચના મળતાં જ પોલીસે ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંધાવી લીધી હતી.
એસપી ચાણક્યપુરીના અનુસાર આરોપીના પિતા દૂતાવાસમાં જ નોકરી કરે છે. આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીની ઉંમર 25 વર્ષ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x