આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીય

ટ્રમ્પ કેમ છો ? પુછવા પાછળ અધધ 100 કરોડનો ખર્ચ થશે. 

અમદાવાદ :

આગામી 24 અને 25 ફેબ્રુઆરીએ ટ્રમ્પ ભારત અને ખાસ તો ગુજરાતની મુલાકાતે આવનાર છે. અમદાવાદ ખાતે કેમ છો ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન થનાર છે તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ગુજરાતમાં તેમના સ્વાગતને લઈ ઉત્સાહમાં છે. જો કે ટ્ર્મ્પના સ્વાગત માટે કરોડોના ખર્ચે કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.

આ અંગે મળતી માહિતી અનુસાર ટ્રમ્પના માનમાં થનાર કાર્યક્રમ અને આયોજનોમાં અંદાજે 100 કરોડનો ખર્ચ થશે. આ કાર્યક્રમ માટે દેશ, વિદેશથી વીવીઆઈપી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ટ્રમ્પના માનમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થશે.

વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી એક રોડ શો કરશે. આ એક રોડ શોમાં જ 30 કરોડ જેટલો ખર્ચ થશે. આ રોડ શો માટે તાબડતોપ નવા રોડ બનાવવામાં આવી રહ્યા છે. બંને દિગ્ગજો જે રસ્તા પરથી પસાર થશે ત્યાં છોડ અને વૃક્ષ વાવવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઉપરાંત ક્રિકેટ બોર્ડ પણ કરોડોનો ખર્ચ કરશે. મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં સ્ટેડિયમની અંદર જે વ્યવસ્થા અને આયોજનો થશે ગુજરાત ક્રિકેટ બોર્ડ ભોગવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x