ગુજરાતમાં એક જ દિવસમાં કોરોના દર્દીઓનો જબરજસ્ત ઉછાળો : જાણો કુલ કેટલા નોંધાયા કોરોના પોઝિટિવ
ગાંધીનગર :
ગુજરાતમાં પણ હવે કોરોના વાયરસ (corona virus) બેકાબૂ બની રહ્યો છે. આવામાં આજે 9 એપ્રિલના કોરોના વાયરસના નવા કેસ વિશે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપી છે કે ગુજરાતમાં કુલ નવા 55 કેસો નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનોના કેસો આંકડો 241 પર પહોંચી ગયો છે. જેમાંથી 50 માત્ર અમદાવાદના જ છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 133 પર પહોંચ્યો છે. નવા કેસ અમદાવાદના હોટસ્પોટ વિસ્તારના છે. સર્વેલન્સ કરવાના કારણે આ કેસો સીધા બહાર આવ્યા છે. કોઈ ચિંતાજનક બાબત નથી. હોટ સ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ કરતા આ કેસો બહાર આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો છે. જોકે, હોટસ્પોટમાં હજુ પણ વધુ કેસો નીકળવાની સંભાવના છે.
ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ 241
17મોત,
26રિકવર
અમદાવાદ 133(6મોત)
સુરત 25 (4 મોત)
રાજકોટ 11
વડોદરા 18 (2મોત)
ગાંધીનગર 18
ભાવનગર 18( 2મોત)
કચ્છ 2
મહેસાણા 2
ગીર સોમનાથ 2
પોરબંદર 3
પંચમહાલ 1 (1મોત)
પાટણ 5 (1મોત)
છોટા ઉદેપુર 2
જામનગર 1(1મોત)
મોરબી 1
આણંદ 1
સાબરકાંઠા 1
દાહોદ1