ગુજરાતરાષ્ટ્રીયવેપાર

કોરાનાની મહામારીની માઠી અસર : ગારમેન્ટ ક્ષેત્રના 38 ટકા વેપારીઓ સ્ટાફની છટણી કરી શકે છે.

અમદાવાદ :
કોરાના વાયરસની મહામારીની માઠી અસર વેપાર ધંધા અને ઉદ્યોગો પર પડવાના ભણકારા વાગી રહ્યાં છે. ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા કુલ 1700 જેટલા વેપારી સભ્યોનો સરવે કરવામાં આવ્યો હતો. જેમાં એવા તારણો સામે આવ્યા હતાં કે, કોરોનાની મહામારી બાદ પરિસ્થિતિ સામાન્ય થતાં 15.2 ટકા વેપારી ધંધો બંધ કરવાનું વિચારી રહ્યાં છે! જ્યારે 85.5 ટકા વેપારી ધંધો ચાલુ રાખવા મક્કમ છે. અલબત્ત, ધંધો ટકાવી રાખવા માટે 38.7 ટકા વેપારીઓ સ્ટાફની છટણી કરશે અને 17 ટકા વેપારીઓ પગાર ઓછો કરશે. 23.2 ટકા વેપારીઓ યાતાયાતનો, 33.2 ટકા વેપારીઓ માર્કેટિંગનો અને 23.1 ટકા વેપારીઓ જાહેરાત વગેરેનો ખર્ચ ઓછો કરે તેવા તારણો સરવેમાં સામે આવ્યા છે.!

ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે અને આ ક્ષેત્રે વિવિધ પ્રકારના કામો થાય છે. જેમાં લાખો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મેળવે છે. કૃષિ પછીનું સૌથી વધુ રોજગાર આપનારી લઘુ અને મધ્યમ ઇન્ડસ્ટ્રી છે ત્યારે કોરોના વાયરસ અને લોકડાઉન બાદ આ ઇન્ડસ્ટ્રી પર મોટું સંકટ આવી શકે અને સરકારની મદદ વિના સંકટમાંથી નીકળવું શક્ય ન હોવાનું એસોસિયેશનનું માનવું છે. સરવેમાં 80 ટકા જેટલા વેપારીઓએ બિઝનેસ અને ઉત્પાદન 20 થી 60 ટકા સુધી ઘટાડી દેવાનો મત વ્યક્ત કર્યો હતો. જ્યારે કોરોના અને લાંબા લોકડાઉનની લાંબા ગાળાની અસર જોવા મળશે અને છ મહિનાથી એક વર્ષ જેટલો સમય વેપારને સામાન્ય થવામાં લાગશે તેમ પણ જણાવાયું હતું.


એસોસિયેશનના માનદ ટ્રેઝરર અને આર્બિટ્રેશન ચેરમેન અર્પણ શાહે જણાવ્યું કે, કોરોનાના પગલે અને લોકડાઉનના નિર્ણય બાદથી મોલ, દુકાનો અને વાહન યાતાયાત બંધ થઇ જતાં ગારમેન્ટ ઉદ્યોગના અનેક ઓર્ડર રદ થઇ ગયાં છે. પેમેન્ટ પણ અટકી જતાં વેપારીઓની હાલત કફોડી બની છે. વેપારીઓને રો મટિરિયલના પેમેન્ટ કરવાના છે. ફેક્ટરીમાં કામ કરતાં કારીગરોને પગાર આપવાના છે. મશીન, ફેક્ટરી, વ્હિકલ, સ્ટુડન્ટ, હોમ સહિતની વિવિધ લોનના ચૂકવણાં પણ કરવાના છે. આ બધા માટે જરૂરી નાણાંનો ફ્લો ઓછો થયો છે ત્યારે આ ક્ષેત્રે 25 ટકા ‘જોબ લોસ’ ની શક્યતા છે. આ ક્ષેત્રને હાલના સમયમાં ઉગારવા માટે સરકાર ઉપરાંત નાણાંકીય સંસ્થાઓની મદદ પણ અપેક્ષિત છે.

સરવેના વિવિધ તારણો
કેટલું ઉત્પાદન ઘટાડશે
48.8 ટકા વેપારીઓ 20થી 40 ટકા
30.5 ટકા વેપારીઓ 40થી 60 ટકા
15.5 ટકા વેપારીઓ 10થી 20 ટકા
વેપાર બંધ કરશો
85.5 ટકા વેપારીઓની ‘ના’ અને 15.2 ટકાની ‘હા’
સ્ટોકમાં કેટલો ઘટાડો કરશો
31.5 ટકા વેપારીઓ 40 ટકાથી વધુ
47.6 ટકા વેપારીઓ 20થી 40 ટકા
22.1 ટકા વેપારીઓ 20 ટકા સુધી
વેપાર સામાન્ય થવામાં કેટલો સમય લાગશે
17.2 ટકાના મતે એક વર્ષથી વધુ
38.4 ટકા મુજબ 6થી 12 મહિના
38.6 ટકાના કહેવા પ્રમાણ 3થી 6 મહિના
માર્કેટ સાઇઝ કેટલા ટકા ઓછી થશે
55.3 ટકા વેપારીઓના મતે 40 ટકાથી વધુ
33.1 ટકાના મતે 20થી 40 ટકા
અન્ય તારણો
81.4 ટકા વેપારીઓ સ્ટાફ, વર્કર્સ રાખ‌વા સરકારી મદદ ઇચ્છે છે
67.1 ટકા વેપારીઓના ઓર્ડરો રદ થઇ ગયા છે.
સરવેમાં કોણ-કોણ જોડાયું
724 રિટેઇલર્સ
624 મેન્યુફેક્ચરર્સ
253 ડિસ્ટ્રીબ્યૂટર્સ
157 ડિલર્સ
100 જોબ વર્કર્સ
62 એજન્ટ્સ
50 મલ્ટિરિટેઇલ ચેઇન સ્ટોર્સ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x