ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોના કેસનો અજગરી ભરડો : જાણો કેટલા વધ્યા કેસ, હજુ કેસો વધે તેવી સંભાવના.

ગાંધીનગર :
ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું છે કે, ગઈકાલ સાંજથી અત્યાર સુધી કોરોનાના કુલ 46 કેસ નવા નોંધાયા છે. અને અનેક લોકોને કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. કોરોનાને લઈને કોઈએ ગભરાવવાની જરૂર નથી. કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા વધે તેવી સંભાવના છે. અમદાવાદમાં કુલ 11 નવા કેસ નોંધાયા છે જયારે વડોદરામાં 17 નવા કેસ નોંધાયા છે. અમદાવાદના 40 વર્ષીય પુરુષનું અને ગાંધીનગરના 81 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું છે.ગુજરાતમાં અત્યાર સુધી 308 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં 259 જેટલા લોકો સારવાર હેઠળ છે અને 2 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે અને 257 લોકોની હાલત સ્થિર છે. જેઓ જલ્દીથી સજા થઈ જશે તેવી શક્યતા છે.

19 જીલ્લામાં 308 કેસ, મોત-19

આજે 46 પોઝિટિવ કેસ નોંધાયા

●અમદાવાદ: 153
●સુરત: 24
●રાજકોટ: 18
●વડોદરા: 39
●ગાંધીનગર: 14
●ભાવનગર: 22
●કચ્છ: 4
●મહેસાણા: 2
●ગીરસોમનાથ: 2
●પોરબંદર: 3
●પંચમહાલ: 1
●પાટણ: 14
●છોટાઉદેપુર: 2
●જામનગર: 1
●મોરબી: 1
●સાબરકાંઠા: 1
●દાહોદ: 1
●આણંદ: 2
●ભરૂચ : 4

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *