ગાંધીનગરમાં કોરોના વાયરસનાં કારણે 84 વર્ષના વૃદ્ધનું મોત
ગાંધીનગર :
રાજ્યમાં કોરોનાનું સંકટ વધું ઘેરાઈ રહ્યું છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં કોરોનાને કારણે પ્રથમ મોત નોંધાયું છે.
કોરોનાથી સંક્રમિત પૌત્રનાં સંપર્કમાં આવવાથી 84 વર્ષ વૃદ્ધનું (દાદા) નું મોત નિપજ્યું છે. કોરોના (corona) નો વધુ એક પોઝીટીવ કેસ કચ્છમાં પણ નોંધાયો છે.
માધાપરના વૃદ્ધનો પોઝીટીવ કેસ આવ્યા બાદ તેમની પત્ની અને પુત્રવધુનો પણ કેસ પોઝીટીવ આવ્યો છે. આમ સાસુ અને વહુ બંનેનો કોરોના પોઝીટીવ નોંધાતા કચ્છમાં અત્યારસુધીમાં કુલ 4 કેસ નોંધાયા છે.