મનોરંજન

ટીવી પર ફરી ‘બાલિકા વધુ’, શું ‘રામાયણ’ને આપશે ટક્કર?

દૂરદર્શન (Doordarshan) પર રામાયણ, મહાભારત જેવા 80-90ના દશકના કાર્યક્રમો ફરી પ્રસારિત કરવામાં આવ્યા છે. આનાથી દૂરદર્શનની ટીઆરપી પણ વધી છે. અને તે ફરી નંબર 1 ચેનલ પણ બન્યું છે. ત્યારે આ વાતને જોતા બીજા ચેનલ્સ પણ પોતાની આઈકોનિક સીરિયલ (Iconic Serial)નું ફરી પ્રસારણ શરૂ કરી રહ્યા છે. અને આમાં 8 વર્ષ સુધી સૌથી લાંબી ચાલનાર સીરિયલ બાલિકા વધુનો (Balika vadhu) પણ સમાવેશ થાય છે. ટીવી પર તેની ફરી પ્રસારણ કરવામાં આવશે. આ અંગે જાણકારી અનૂપ સોની (Anoop Soni) આપી હતી.

15 એપ્રિલથી 3 મે સુધી લોકડાઉન ફરી વધારવામાં આવ્યું છે. લોકોનું ઘરે બેઠા મનોરંજન થઇ શકે તે માટે કલર્સ ફરી એક વાર તેના આ શોનું પ્રસારણ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે આ સીરિયલના એક્ટર અનુપ સોનીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
સાથે જ અનુપે બાલિકા વધૂની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે કલર્સ પર બાલિકા વધુ કમબેક કરી રહ્યું છે. અને હવે તમે તેને સોમવારથી શુક્રવાર સાંજે 6 વાગે જોઇ શકશો. હું આ આઇકોનિક શોનો ભાગ બનીને પોતાને નસીબદાર માનું છું.

અનૂપ સોનીએ બાકિલા વધુમાં ધર્મવીર સિંહનો રોલ પ્લે કર્યો હતો. અને આ શોમાં અવિકા ગૌર અને અવિનાશ મુખર્જી લીડ હતા. જેમણે આનંદી અને જગદીશના નાનપણનો રોલ પ્લે કર્યો હતો. અને ખૂબ જ પોપ્યુલારિટી મેળવી હતી. આ શોમાં પ્રત્યૂષા બેનર્જી પણ હતી જેમાં આત્મહત્યા કરી લીધી હતી. પ્રત્યૂષાએ યુવાન આનંદીનો રોલ પ્લે કર્યો હતો. અને શશાંક વ્યાસે યુવાન જગદીશનો.
આ સાથે જ આ શોમાં બિગ બૉસ વિનર સિદ્ધાર્થ શુક્લા, સ્મિતા બંસલ, સુરેખા સિકારી પણ સામેલ છે. આ શોએ જે તે સમયે જોરદાર ટીપીઆરપી મેળવી હતી. ત્યારે હવે સવાલ તે છે કે શું લોકડાઉનના આ સમયે બાલિકા વધુ પણ રામાયણ જેવી ટીઆરપી અપાવી શકશે?

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x