ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોનાએ ભયાનક રૂપ ધારણ કર્યું. ૨૪ કલાકમાં કુલ 239 કેસ નોંધાયા.

ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના ધીમે ધીમે ભયાનક રૂપ ધારણ કરી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરામા પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. રાજ્યના સૌથી વધુ કોરોનો પોઝિટિવ દર્દીઓ આ વિસ્તારમાંથી આવેલા છે. ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 112 નો વધારો થયો છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કુલ સંખ્યા અત્યાર સુધી 2178 પર પહોંચી ગઈ છે. આ મહામારીને કારણે અત્યાર સુધી 90 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 139 લોકો રીકવર થયા છે.

ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ – 1378
ગાંધીનગર – 17
સુરત – 347
વડોદરા – 194
રાજકોટ – 40
ભાવનગર – 32
કચ્છ – 6
મહેસાણા – 7
ગીર સોમનાથ – 3
પોરબંદર – 3
પંચમહાલ – 11
પાટણ – 15
છોટાઉદેપુર – 7
જામનગર – 1
મોરબી – 1
સાબરકાંઠા – 3
આણંદ – 28
દાહોદ – 4
ભરૂચ – 24
બનાસકાંઠા – 15
ખેડા – 3
બોટાદ – 7
નર્મદા – 12
અરવલ્લી – 12
મહીસાગર – 3
નવસારી – 1
તાપી – 1
વલસાડ – 3

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x