ગાંધીનગરગુજરાત

અમદાવાદ, રાજકોટ અને સુરત સવારે 6 વાગ્યાથી કર્ફ્યુ મુક્ત, લોકડાઉનનો અમલ યથાવત

ગાંધીનગર :
સરકાર દ્વારા નિર્ણય લઈને પોલીસ દ્વારા લગાવવામાં આવેલો કર્ફ્યુ સવારે 6 વાગ્યાથી ઉઠી જશે. 24/04/2020 ના રોજથી કર્ફ્યુની મુદત પુરી થતી હોઈ સવારે 6 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા 30/04/2020 ના રોજ નિવૃત થાય છે. પરંતુ સરકારે તેમને ત્રણ મહિનાની મુદત વધારીને ઍક્સટેંશન આપ્યું છે.
કોરોનાને કંટ્રોલ કરવા માટે શિવાનંદ ઝાએ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. જેનો સમયગાળો 24/04/2020 ને સવારે છ વાગે પૂર્ણ થયો છે. જેથી સવારે 6 વાગ્યાથી તમામ કર્ફ્યુ ગ્રસ્ત વિસ્તારો મુક્ત થશે. પરંતુ તેનો અર્થ એ નથી કે લોકો ખુલ્લેઆમ ફરી શકશે. લોકડાઉનના અમલને પગલે કોઈ ઘર બહાર નીકળી શકશે નહીં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x