ગાંધીનગર

ગાંધીનગરના પ્રવેશ દ્વાર ઉપર લોખંડી બંદોબસ્ત સફળ, ગ્રામ્ય વિસ્તારમાં નવો એક કેસ નોંધાયો, એક મોત થયું

ગાંધીનગર :
ગાંધીનગર શહેર અને જિલ્લામાં આજે રાહતના સમાચાર કહી શકાય ગુરૂવારે એક જ દિવસમાં 14 જેટલા કેસ સામે આવ્યા હતા. જ્યારે શુક્રવારે માત્ર એક જ કેસ સામે આવ્યો છે. અડાલજ સ્વાગત સિટીમાં રહેતા 66 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યાં છે. વૃદ્ધ ગત 18 તારીખના રોજ અમદાવાદ બહેરામપુરા ખાતે ગયા હતાં. જ્યારે ગુરૂવારના રોજ અડાલજમાં સાવરણીનો વેપાર કરતો એક 40 વર્ષીય યુવક પોઝિટિવ આવ્યો હતો. જેનું આજે મોત થયું છે. આ યુવક બીમાર રહેતો હતો અને સારવાર માટે ગાંધીનગર અને અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે હોસ્પિટલમાંથી જ સંક્રમિત થયો હોવાનું સામે આવ્યું છે. શુક્રવારે કોરોનાવાયરસના કારણે મોત થયું છે, ત્યારે જિલ્લામાં મોતનો આંકડો 3 ઉપર પહોંચ્યો છે. પહેલા સેક્ટર 29 ત્યારબાદ કોલવડા અને આજે અડાલજમાં મોત થયું છે. આજે શહેરી વિસ્તારમાં એક પણ કેસ સામે આવેલ નથી. અમદાવાદથી આવતા અને ગાંધીનગરના અન્ય પ્રવેશદ્વાર ઉપર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બહારથી આવતા લોકો ગાંધીનગરને સંક્રમિત કરી રહ્યાં હતાં. તેવું ફલિત થયું છે. ત્યારે શુક્રવારે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક કેસ સામે આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x