ગુજરાતમાં કોરોના વાયરસ કુલ કેસ 4721 નોંધાયા.
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના વાયરસ વધુ કોપાયમાન બન્યો છે. લોકલ સંક્રમણ વધતા અમદાવાદમાં પરિસ્થિતિ વધુ વણસી છે. જે ગુજરાત માટે ખૂબ જ ચિંતાજનક ગણાય. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કરીને ગુજરાતના આજના કોરોનાના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 326 નવા કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 4721 પહોંચી છે. જ્યારે આ મહામારીને કારણે અત્યાર સુધી 236 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 736 લોકો રીકવર થયા છે.
ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ – 3293
રાજકોટ – 58
સુરત – 644
વડોદરા – 308
ભાવનગર – 47
કચ્છ – 07
મહેસાણા – 11
ગીર સોમનાથ – 03
પોરબંદર – 03
પંચમહાલ – 37
પાટણ – 18
છોટાઉદેપુર – 13
જામનગર – 01
મોરબી – 01
સાબરકાંઠા – 03
આણંદ – 74
દાહોદ – 05
ભરૂચ – 27
બનાસકાંઠા – 29
ગાંધીનગર – 49
ખેડા – 06
બોટાદ – 21
નર્મદા – 12
અરવલ્લી – 19
મહીસાગર – 11
નવસારી – 06
તાપી – 01
વલસાડ – 05
સુરેન્દ્રનગર – 01
ડાંગ – 02