ખેડૂત પાસેથી રૂ.1100ના ટેકાના ભાવે એરંડા ખરીદવા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
થરાદ :
બનાસકાંઠાના થરાદ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ગુલાબ સિંહ રાજપૂતે આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી વિનંતી કરી હતી કે હાલ સમગ્ર વિશ્વમાં કોરોના (COVID-19) વાયરસની મહામારી ચાલી રહેલી છે તેના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જેથી સમગ્ર દેશમાં તમામ ધંધા-રોજગાર સંપૂર્ણ પણે ઠપ રહ્યા છે જેથી હાલ સમગ્ર દેશમાં તમામ ચીજ વસ્તુઓના ભાવ બે થી ત્રણ ગણા કરીને વેચાણ થઈ રહ્યા છે જ્યારે માત્ર ખેડૂતો જ એવા છે કે જેને પોતાની ખેતીની ઉપજ જેવી શાકભાજી, એરંડા, ચણા, કપાસ, જીરું તેમજ અન્ય પકોના ભાવ આજે પણ સામાન્ય દિવસોના ભાવ મુજબ વેચાણ કરે છે પરંતુ તેજ ખેડૂત હાલ એરંડા માર્કેટમાં વેચાણ કરવા જાય છે ત્યારે સાવ નહિવત ભાવ મળે છે જે ગણતરી મુજબ ખેડૂતોની ઈમાનદારીની પરીક્ષા થઈ રહી છે તેવું લાગે છે તેથી ગયા વર્ષે એરંડાનો બજાર ભાવ ૧૧૦૦/- રૂપિયા હતો તેથી આ વર્ષે ખેડૂત પાસેથી રૂ.૧૧૦૦ના ટેકાના ભાવે એરંડા ખરીદવા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.