ગાંધીનગરગુજરાત

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 71.34 % પરિણામ આવ્યું. A-1 અને A-2 ગ્રેડમાં ખૂબ જ મોટો ઘટાડો નોંધાયો.

ગાંધીનગર :
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર દ્વારા માર્ચ – 2020માં લેવાયેલ ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરી દેવામાં આવ્યુ છે. જોકે હાલ કોરોના સંક્રમણને કારણે શાળાઓમાં માર્કશીટનું વિતરણ નહીં થઈ શકે. અને ટોપર્સ વિદ્યાર્થીઓનું અભિવાદન પણ નહીં થઈ શકે.

રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 84.69 આવ્યું છે. રાજકોટ જીલ્લો ગત વર્ષે પણ પ્રથમ હતો. તો સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જીલ્લાનું 32.64 ટકા આવ્યું છે. જે ગત વર્ષે પણ સૌથી ઓછા પરિણામમાં હતું. સૌથી વધુ કેન્દ્ર અને સૌથી ઓછું કેન્દ્ર પણ ગત વર્ષે જે હતું, તે જ આ વર્ષે આવ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલ કેન્દ્રનું 91.42 ટકા સૌથી વધુ પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું 23.2 આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ગત વર્ષે બોડેલી હતું. જાહેર થયેલા પરિણામમાં A1 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળે છે. ચાલુ વર્ષે માત્ર 44 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા છે. જે ગત વર્ષે 254 હતા ત્યારે 210 જેટલા વિધાર્થીઓનો A1 ગ્રેડમાં ઘટાડો થયો છે. બીજી તરફ A2 ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી છે. ગત વર્ષે 3690 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ત્યારે આજે જાહેર થયેલા પરિણામમાં 2576 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવ્યા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x