Lokdown 4.0 : દેશમાં 31 મે સુધી લોકડાઉન, ગૃહમંત્રાલયે બહાર પાડી માર્ગદર્શિકા.
નવી દિલ્હી :
સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાક માં સમગ્ર દેશમાં 5 હજાર જેટલા કોરોના કેસ સામે આવી ચુક્યા છે. ત્યારે લોકડાઉન 3.0 આજે રાત્રે પૂરું થનાર છે. ત્યારે લોકડાઉન 4.0 બાબતે એક હાઈપાવર મિટિંગ મળી હતી તેમાં કેટલાક મહત્વના મુદ્દે ચર્ચા થઈ હતી અને ક્યાં વિસ્તારોને કેટલી છૂટછાટ બાબતની ચર્ચા બાદ નિર્ણય પણ કરવામાં આવેલા છે. ત્યારબાદ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આજે સમગ્ર દેશમાં 31 મેં સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. અમુક છૂટછાટ સાથે લોકડાઉન 4.0 આવતી કાલથી શરૂ થશે. દેશમાં 31 મે સુધી લોકડાઉન માટે ગૃહમંત્રાલય દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેના મુદ્દાઓ નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.
કોરોનાના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ અપાઈ નથી.
સમગ્ર દેશમાં રાતે 7 થી સવારે 7 વાગ્યા સુધી ઈમરજન્સી સેવાઓ સેવાઓ સિવાય કોઈ પણ જગ્યાએ ફરી શકાશે નહી.
ગ્રીન, ઓરેંજ અને રેડ ઝોન રાજ્ય સરકાર નક્કી કરશે અત્યાર સુધી કેંદ્ર સરકાર નક્કી કરતી હતી.
રાજ્ય સરકારની અનુમતિથી આંતર રાજ્ય પરિવહન વાહન વ્યવહાર ચાલુ રહેશે.
કન્ટેમેન્ટ ઝોનમાં બસ સેવા બંધ રહેશે.
મેટ્રો ટ્રેન સેવાને પરવાનગી નહીં.
સ્કૂલ, કૉલેજ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.
ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન અપાશે.
હોટ સ્પોટ વિસ્તારમાં કડકાઈ રહેશે.
હોટલ, રેસ્ટોરન્ટ બંધ જ રહેશે. ફક્ત ઓનલાઇન ઓર્ડર સ્વીકારી શકશે.
ઝેરોક્ષ સ્ટેશનરીની દુકાન ખુલ્લી રહેશે.
ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનોને મંજૂરી નહી.
65 વર્ષથી ઉપરની ઉમરના વૃદ્ધો, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કિડની જેવી બિમારીવાળા લોકો તથા સગર્ભા મહિલાઓ અને 10 વર્ષથી નાના બાળકોએ ઈમરજન્સી ઘટનાઓ સિવાય ઘરની બહાર ના નીકળવું.
પાન પાર્લર ચાલુ કરવા અંગેનો નિર્ણય રાજ્ય સરકાર કરશે.
ગ્રીન ઝોનમાં છૂટછાટ આપવા અંગેનો નિર્ણય પણ રાજ્ય સરકાર કરશે.