Breaking : સમગ્ર દેશમાં 31 મે સુધી વધારાયુ લોકડાઉન
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દરરોજ 350 જેટલા કેસ વધી રહ્યા છે. ત્યારે લોકડાઉન 3.0 આજે રાત્રે પૂરું થનાર છે. મહારાષ્ટ્ર, પંજાબ જેવા રાજ્યોએ લોકડાઉન લંબાવાનો નિર્ણય પણ કરી લીધો છે. આજે રાત્રે લોકડાઉન 3.0 પૂર્ણ થવાનું છે. તે પહેલા મહારાષ્ટ્ર અને પંજાબમાં 31મી સુધી લોકડાઉન લંબાવવા નિર્ણય રાજ્ય સરકારોએ લીધેલ છે. આજે ગુજરાતમાં લોકડાઉન 4.0 બાબતે એક હાઈપાવર મિટિંગ મળી હતી તેમાં કેટલાક મહત્વના મુદ્દે ચર્ચા થઈ હતી અને ક્યાં વિસ્તારોને કેટલી છૂટછાટ બાબતની ચર્ચા બાદ નિર્ણય પણ કરવામાં આવેલા છે. ત્યારબાદ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આજે સમગ્ર દેશમાં 31 મેં સુધી લોકડાઉન લંબાવવા નો નિર્ણય કરવામાં આવેલ છે.
છેલ્લા 24 કલાક માં સમગ્ર દેશમાં 5 હજાર જેટલા કોરોના કેસ સામે આવી ચુક્યા છે. અમુક છૂટછાટ સાથે લોકડાઉન 4.0 આવતી કાલથી શરૂ થશે.