રાજ્યમાં રેકોર્ડબ્રેક 687 નવા કોરોના પોઝિટિવ, કુલ 34,686 કેસો નોંધાયા
ગાંધીનગરઃ
રાજ્યમાં કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમિતોની સંખ્યા 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 687 નવા કેસ નોંધાયા છે. તો કુલ 18 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન 340 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 34,686 પર પહોંચી ગયો છે. તો મૃત્યુઆંક 1,906 થઈ ગયો છે. ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 24,941 છે. રાજ્યમાં જિલ્લાવાર કેસની વિગતો નીચે મુજબ છે.
• અમદાવાદ : 21543
• રાજકોટ : 320
• સુરત : 5461
• વડોદરા : 2443
• ભાવનગર : 302
• કચ્છ : 175
• મહેસાણા : 310
• ગીર સોમનાથ : 81
• પોરબંદર : 21
• પંચમહાલ : 200
• પાટણ : 229
• છોટાઉદેપુર : 60
• જામનગર : 258
• મોરબી : 31
• સાબરકાંઠા : 187
• આણંદ : 241
• દાહોદ : 65
• ભરૂચ : 266
• બનાસકાંઠા : 210
• ગાંધીનગર : 693
• ખેડા : 187
• બોટાદ : 97
• નર્મદા : 94
• અરવલ્લી : 215
• મહીસાગર : 147
• નવસારી : 131
• તાપી : 12
• વલસાડ : 179
• જૂનાગઢ : 147
• સુરેન્દ્રનગર : 180
• દેવભૂમિ દ્વારકા : 25
• ડાંગ : 04
• અમરેલી : 95