રાજ્યમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 40 હજારને પાર પહોંચી, 875 નવા કેસ નોંધાયા
ગાંધીનગરઃ
રાજ્યમાં કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમિતોની સંખ્યા 40 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 875 નવા કેસ નોંધાયા છે. તો કુલ 14 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન 441 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 40,155 પર પહોંચી ગયો છે. તો મૃત્યુઆંક 2,024 થઈ ગયો છે. ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 28 183 છે. રાજ્યમાં જિલ્લાવાર કેસની વિગતો નીચે મુજબ છે.
• અમદાવાદ : 22775
• રાજકોટ : 568
• સુરત : 7307
• વડોદરા : 2905
• ભાવનગર : 507
• કચ્છ : 228
• મહેસાણા : 407
• ગીર સોમનાથ : 118
• પોરબંદર : 23
• પંચમહાલ : 231
• પાટણ : 267
• છોટાઉદેપુર : 75
• જામનગર : 332
• મોરબી : 60
• સાબરકાંઠા : 238
• આણંદ : 279
• દાહોદ : 124
• ભરૂચ : 388
• બનાસકાંઠા : 311
• ગાંધીનગર : 826
• ખેડા : 274
• બોટાદ : 114
• નર્મદા : 101
• અરવલ્લી : 242
• મહીસાગર : 165
• નવસારી : 223
• તાપી : 40
• વલસાડ : 310
• જૂનાગઢ : 246
• સુરેન્દ્રનગર : 260
• દેવભૂમિ દ્વારકા : 28
• ડાંગ : 07
• અમરેલી : 129