ગાંધીનગર : લોકજાગૃતિના અભાવે મહામારી વધુ વકરી, કોરોનાના નવા 35 કેસ.
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લાના શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 35 કેસ નોંધાયા જેમાં મનપા વિસ્તારમાં 10, ગાંધીનગર તાલુકામાં 10 અને કલોલમાં 10 કેસ જ્યારે માણસામાં 3 અને દહેગામમાં 2 કેસ નોંધાયા છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબિબ સંક્રમિત થતાં તેમના માતા, પત્ની, પૂત્ર અને ભત્રીજો સંક્રમિત થયો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના ક્લાસ-1 અધિકારી, સિંચાઇ વિભાગના એન્જિ., સોફ્ટવેર એન્જિ., શિક્ષક સહિત 35 વ્યક્તિઓ સંક્રમિત થયા છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 11 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.
મનપા વિસ્તારમાં નવા 10 કેસમાં સે.-4-સીમાં રહેતા મહિલા અને 55 વર્ષીય વર્ગ-1ના અધિકારી, સે.-2-ડીમાં 32 વર્ષીય મહિલા, 44 વર્ષીય માતા અને 20 વર્ષીય પૂત્ર સંક્રમિત થયા છે. ધોળાકુવાના રામદેવનગરમાં રહેતી 37 વર્ષીય મહિલા ઉપરાંત સેક્ટર-24 આદર્શનગરમાં રહેતો અને અમદાવાદના વસ્ત્રાપુરમાં સોફ્ટવેર એન્જિનિયરની નોકરી કરતો 26 વર્ષીય યુવાન અને સેક્ટર-2-ડીના 66 વર્ષીય વૃદ્ધા કોરોનામાં સપડાયા છે. આથી યુવાનના પરિવારની 2 અને વૃદ્ધના પરિવારની 4 વ્યક્તિઓને કોરન્ટાઇન કરી છે. સેક્ટર-4-એ માં રહેતા તેમજ નવા સચિવાલયના બ્લોક નંબર 9માં આવેલા સિંચાઇ વિભાગના 58 વર્ષીય, એન્જિનીયર સંક્રમિત થતાં પરિવારની 3 વ્યક્તિઓને કોરન્ટાઇન કરી છે. સેક્ટર-4-ડીના 37 વર્ષીય યુવાન સંક્રમિત પત્નીના સંપર્કથી પોઝિટિવ થયો છે. ગાંધીનગર તાલુકામાંથી નવા 10 કેસમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર સંક્રમિત થયા બાદ તેમના પરિવારના વધુ 4 વ્યક્તિઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુડાસણમાંથી નવા 3 કેસમાં 46 વર્ષીય યુવાન, 50 વર્ષીય આધેડ, 63 વર્ષીય વૃદ્ધા સંક્રમિત થયા છે. વાસનનો 45 વર્ષીય યુવાન, શાહપુરનો 32 વર્ષીય યુવાન, સરગાસણનો 30 વર્ષીય, યુવાન સંક્રમિત. દહેગામની સૂર્યકેતુવિલા સોસાયટીમાં રહેતા 48 વર્ષીય યુવાન અને બહિયલની ઉગમણી ફળીમાં રહેતી 41 વર્ષીય મહિલા, જ્યારે માણસા તાલુકામાંથી નવા 3 કેસમાં 63 વર્ષીય વૃદ્ધા, 45 વર્ષીય યુવાન તેમજ લોદરાની 45 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કોરોનાના વધુ બે દર્દીઓના મોતથી કુલ આંકડો 63એ પહોંચ્યો છે. જેમાં માણસાના પાટણપુરાના 65 વર્ષીય વૃદ્ધાને હાઇબીપી અને ડાયાબિટીસ હોવાથી સેમ્પલ મોકલ્યું પરંતુ વૃદ્ધાના મોત બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારની વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે.