એસ. જી. અંગ્રેજી શાળામાં ઓન લાઇન વિવિધ પ્રવૃત્તિ યોજાઈ ગઈ.
ગાંધીનગર :
ગાંધીનગર શહેરના સેકટર-23 માં આવેલ કડી કેમ્પસની સર્વ વિધ્યાલય સંચાલિત એસ. જી. અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં 12-07-2020 ને રવિવારના રોજ ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે પેપરમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની પ્રવૃત્તિનુ આયોજના કરાયેલ હતુ. ધોરણ 5 ના વિધાર્થીઓને ફિંગર પપેટ, ધોરણ 6 ના વિધાર્થીઓને પેપર અમ્બ્રેલા, ધોરણ 7 ના વિધાર્થીઓને પેપર વૉલ હેંગિંગ અને ધોરણ-૮ ના વિધાર્થીઓને પેપર ગિફ્ટ ફ્લાવર આમ દરેક ધોરણના વિદ્યાર્થીઓએ વિવિધ વસ્તુઓ આ પ્રવૃત્તિ માટે શિક્ષકોએ ઓન લાઇન શિક્ષણ દ્વારા આગલા દિવસે વિદ્યાર્થીઓને સુચના અને માર્ગદર્શન આપ્યું હતુ. ત્યારબાદ રવિવારની રજામાં વિદ્યાર્થીઓએ ઘરે રહીને પોતાની કુશળતા બતાવી હતી અને સરસ મજાના વિવિધ નમૂનાઓ બનાવ્યા હતા. આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો