રમતગમત

IPL 2020ને લઈને BCCIએ કરી ઑફિશિયલ જાહેરાત, જાણો ક્યારે શરૂ થશે…

IPLના 13મા સીઝનની આયોજનને લઈને અધિકારિક જાહેરાત કરવામાં આવી છે. આઇપીએલના ચૅરમેન બ્રિજેશ પટેલે આ વાતની ઑફિશિયલ માહિતી આપી છે કે આઇપીએલ 2020 ક્યારે અને ક્યાં રમાશે. આઇપીએલના ચૅરમેન પ્રમાણે આખી ટૂર્નામેન્ટ સંયુક્ત અરબ અમીરાત એટલે કે યૂએઇમાં રમાશે, કારણકે ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. બ્રિજેશ પટેલે એ પણ જણાવ્યું કે આઇપીએલની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે, જ્યારે વિશ્વની સૌથી મોટી ટી20 લીગની ફાઇનલ મેચ 8 નવેમ્બરે રમાશે.

IPLના ચૅરમેન અને BCCI અધિકારી બ્રિજેશ પટેલે ન્યૂઝ એજન્સી પીટીઆઇને જણાવ્યું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે, જ્યારે ફાઇનલ મુકાબલો 8 નવેમ્બરના રમાશે. બીસીસીઆઇએ આઇપીએલની 13મી સીઝનના આયોજન માટે યુએઇની ત્રણ જગ્યાઓ ફાઇનલ કરી છે, જેમાં દુબઇ, અબુધાબી અને શારજાહ છે. આ ત્રણે જગ્યાએ આઇપીએલની બધી મેચ રમાશે. કારણકે ભારતમાં કોરોના વાયરસ મહામારી નિયંત્રણમાં નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x