ગાંધીનગરગુજરાત

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 8 કોરોનાગ્રસ્ત દર્દીઓ ભડથુ થયા.

અમદાવાદ :
રાજ્યમાં એક તરફ કોરોના મહામારીએ માઝા મુકી છે ત્યારે બીજી તરફ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ગત મોડી રાતે અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બની છે. જો કે, આ ઘટનામાં 8 લોકોના સળગી જવાથી મોત નીપજ્યા છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાતે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. અચાનક ફાટી નીકળેલી આગને પગલે દોડધામ મચી જવા પામી હતી. જો કે, આ હોનારતમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત કુલ 8 દર્દીના મોત થયાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠતા 8 દર્દીઓના સળગી જવાથી મોત નીપજ્યા છે. આ હોનારતને પગલે દર્દીઓના સગા-વ્હાલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને પોલીસ સાથ થોડું ઘર્ષણ પણ થયું હતું. આ સાથે જ એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેઓએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે અને આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે તેની પણ તપાસ થશે અને જરૂરી કાર્યવાહી પણ કરાશે
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇ એ એસ અધિકારી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતાસિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે. મુખ્યમંત્રીશ્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે.

મૃતકોની યાદી

લીલાવતીબેન શાહ – વાસણા

મનુભાઈ ઈશ્વરભાઈ રામી – મેમનગર

જ્યોતિબેન સિંધી – ખેરાલુ

અરવિંદ ભાવસાર – મેમનગર

આયશાબેન તિરમીજી – પાલડી

નવીનલાલ શાહ – ધોળકા

નરેન્દ્ર શાહ – ધોળકા

આરીફ મનસુરી – વેજલપુર

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x