ભાજપ પાસે સક્ષમ નેતા જ નથી, BJPના મંત્રીમંડળમાં 12 મંત્રી કોંગ્રેસના : રાજીવ સાતવ
અમદાવાદ:
ગુજરાતમા આઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવા જઇ રહી છે. રાજકિય પાર્ટીઓ દરેક બેઠક જીતની દાવેદારી નોંધાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે ભાજપને નિશાન તાકતા કહ્યું છે કે, ભાજપ પાસે સમક્ષ નેતા નથી જેના કારણે તેઓને કોંગ્રેસના નેતાની જરૂરિયાત ઉભી થયા છે. ગુજરાત સરકારના ૧૨ મંત્રીઓ એવા છે કે જે કોંગ્રેસમાંથી ગયા હોય અને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય.
કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવએ નિવેદન આપતા કહ્યું હતુ કે, 5 વર્ષ માટે ચૂંટાયેલા ધારાસભ્યએ અઢી વર્ષમાં રાજીનામુ આપવાની ફરજ ભાજપે પાડી છે. કોંગ્રેસ-ભાજપે એક મહિનાનો સમયગાળો ધારાસભ્યો સાચવવામાં બગડ્યો હતો. ભાજપે સભ્યો તોડતા મતદાતાઓએ કોરોનામાં લોકોને લાઈનમાં ઉભુ રહેવુ પડશે. કોંગ્રેસ ચૂંટણી આયોગે આપેલ સૂચના મુજબ લોકો સુધી પહોંચીશું. ટેક્નોલોજીથી મતદાતાઓ સુધી પહોંચવાનો ભરપૂર પ્રયાસ કરીશું. પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસ જીતશે.
કચ્છ જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાવા મામલે પ્રભારી રાજીવ સાતવનું નિવેદન આપતા કહ્યું હતુ કે, ભાજપને કોંગ્રેસના નેતાઓ સિવાય છૂટકો નથી. સી આર પાટીલના નિવેદનથી વિપરીત કોંગ્રેસના નેતાઓ તોડવાનો સિલસિલો જારી રાખ્યો છે. અહમદ પટેલની ચૂંટણીમાં 17 ધારાસભ્યો તૂટ્યા પણ ફરક ના પડ્યો. ભાજપના મંત્રીમંડળમાં પણ 12 મંત્રીઓ કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓ છે. તે સમજવાની જરૂર હવે ભાજપના નેતાઓને છે.