Gold-Silver ના ભાવમાં ઉછાળો, જુઓ આજના ભાવ, ક્યારે ખરીદવું ફાયદાકારક ?
નવી દિલ્હી :
શુક્રવારે દિલ્હીના શરાફી બજારમાં સોનાના ભાવ વધીગયા છે. વૈશ્વિક બજારમાં તેજી બાદ શુક્રવારે ઘરેલુ બજારમાં પણ પીળી ધાતુની કિંમતોમાં તેજી જોવા મળી છે. દિલ્હી શરાફી બજારમાં સોના સિવાય ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર પણ બંને કિમતી દાતુઓના ભાવમાં તેજી જોવા મળી રહી છે. તો પહેલા જોઈએ અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ કેટલા રહ્યા.
અમદાવાદ ચાંદીનો ભાવ – અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 9th october 2020) આજે શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થતાં એક કિલો ચાંદી ચોરસા 61,500 અને ચાંદી રૂપું 61,300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. ગુરૂવારે 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 60,500એ બંધ રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદી (રૂપુ) ચોરસો 60,300ના ભાવે બંધ રહ્યું હતું.
અમદાવાદ સોનાનો ભાવ – આ ઉપરાંત આજે શુક્રવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 9th october 2020) 500 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે, ગુરૂવારે અમદાવાદમાં સોનું સ્ટાન્ડર્ડ (99.9)ના ભાવ 52,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5)ના ભાવ 51, 800 પર બંધ રહ્યા હતા.
એચડીએફસી સિક્યોરિટી સીનિયર એનાલિસ્ટ કોમોડિટિઝ તપન પટેલનું કહેવું છે કે, દિલ્હી શર્રાફા બજારમાં આજે 24 કેરેટ શુદ્ધ સોનાના બાવ 236 રૂપિયા વધ્યા છે. ડોલરમાં નબળાઈ, અમેરિકામાં રાહત પેકેજને લઈ અનિશ્ચિતતા અને અમેરિકન અર્થવ્યવસ્થામાં અનિસ્ચિતતાના કારણે ધાતુમાં તેજી જોવા મળી રહી છે.
દિવાળી-ધનતેરસ પર કેવા રહી શકે છે ભાવ
નિષ્ણાંતોનું માનવું છે કે 10 ગ્રામ સોનાના ભાવ (Gold price today) આવનારા સમયમાં પડીને 50,000 રૂપિયા સુધી નીચે જઇ શકે છે. દિવાળી ઉપર પણ સોનું 50,000-52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં રહી શકે છે.
દિવાળી સુધીમાં શું થશે?
નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવમાં ઘટાડાનો અર્થ એ નથી કે તે અગાઉના સ્તરે આવશે. જો તમે શેર બજારની ગતિવિધિ અનુસાર સોનાનો ભાવનું આંકલન કરતા હોવ તો એ તમારી ભૂલ છે. હાલમાં સોનાનો ભાવ રૂ .50,000 અને ચાંદીનો ભાવ 60,000 રૂપિયાની રેન્જમાં વેપાર કરી રહ્યા છે. આનારા સમયમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે દિવાળી સુધી સોનાના ભાવમાં કોઈ મોટો વધારો અથવા ઘટાડો થવાની સંભાવના નથી. દિવાળી પર પણ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 50 થી 52 હજાર રૂપિયાના સ્તરે રહી શકે છે.
નિષ્ણાતોએ એમ પણ કહ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં સોનાના ભાવમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ છેલ્લા બે મહિનામાં ડૉલર સામે રૂપિયામાં થયેલ વધારો છે. હાલમાં રૂપિયો 73 થી 74 ની રેન્જમાં છે. કોરોના સંકટના શરૂઆતના દિવસોમાં તે 78 ની સપાટીએ પહોંચી ગયો હતો. રૂપિયામાં મજબૂત વળતરને કારણે સોનાના ભાવ પણ નીચે આવી ગયા છે. જો ડૉલર રૂપિયા સામે પાછો મજબૂત થશે, તો લાંબા ગાળે, પીળી ધાતુના ભાવ વધુ ઝડપથી વધશે.