કોરોનાને વેકસીનથી નહીં રોકી શકાય : બ્રિટનના ચીફ સાયન્ટિસ્ટનો દાવો
એક બાજુ આખા વિશ્વમાં કોરોના વાયરસની 150 વેકસીન પર કામ ચાલી રહ્યું છે ત્યારે ટોપ એક્સપર્ટે મોટો ઝટકો આપ્યો છે. બ્રિટનના ચીફ સાયન્ટિસ્ટ એડવાઈઝર સર પેટ્રિક વોલેસનું કહેવું છે કે કોરોનાને વેકસીનથી રોકી શકાશે નહીં. વેકસીન આવતા વર્ષે માર્ચ પહેલાં આવશે પણ નહીં. વોલેસનું કહેવું છે કે આજ સુધી ફક્ત ચિકન પોક્સ જ એવી બીમારી રહી છે જેને મટાડી શકાઈ છે. વોલેસનું કહેવું છે કે કોરોનાની સારવાર સીઝનલ તાવ જેવી હોઈ શકે છે. તેઓ કહ્યું કે રિસર્ચ પહેલાં કરતાં સારું થઈ રહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ એવી વેકસીન આવી નથી જે મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી શકે.
પેટ્રિકે કહ્યું કે એવી વેકસીન મળે કે જેનાથી ઈન્ફેક્શનને સંપૂર્ણ રીતે રોકી શકાય તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. પેટ્રિકનું કહેવું છે કે આ વાતની સંભાવના વધારે છે કે બીમારી ફેલાતી રહેશે તો ક્યારેક સામાન્ય રહેશે. જો કે તેઓએ ચોક્કસથી કહ્યું છે કે વેકસીનેશનથી ઈન્ફેક્શનની શક્યતા ઘટશે. વાયરસના કારણે જે બીમારીની ગંભીરતા અને તીવ્રતા વધશે. ત્યારબાદ તે સામાન્ય ફ્લૂ જેવી થશે. તેઓએ કહ્યું કે આવનારા કેટલાક મહિનામાં નક્કી થશે કે કોઈ વેકસીન સુરક્ષા આપે છે તો તે કેટલા સમય સુધી અસર કરશે.
સર પેટ્રિકનું કહેવું છે કે અનેક વેકસીન કેન્ડિડેટે ઈમ્યૂન રિસ્પોન્સ આપ્યો છે અને ત્રીજા તબક્કાના ટ્રાયલમાં ખ્યાલ આવે છે કે તે ઈન્ફેક્શન સામે લડી શકશે કે કેમ, તેઓએ કહ્યું કે તેનાથી એ પણ ખ્યાલ આવે છે કે વેકસીન કેટલી સુરક્ષિત છે અને વસતીને પહોંચી વળવા કેવી રીતે આપી શકાશે. તેઓએ કહ્યું કે આવનારા માર્ચ પહેલાં વેકસીન સામાન્ય લોકો સુધી પહોંચવી મુશ્કેલ છે.