ગુજરાત

આરટીઆઇમાં મોટો ખુલાસો: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં મોટું ભરતી કૌભાંડ આવ્યું બહાર

અમદાવાદ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનાં ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવના દવે દ્વારા સિનિયર-જુનિયર કલાર્કની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો એક ઘટસ્ફોટ થયો છે. પૂર્વ કર્મચારીએ કરેલી આરટીઆઈમાં ગેરરીતિ સામે આવી છે. પૂર્વ મેયર ભાવના દવે પર આરોપ લાગ્યા છે કે મોબાઇલ એપ્લિકેશનથી ભરતીપ્રક્રિયા યોજીને પોતાના જ ભત્રીજા અને સગાને સિનિયર-જુનિયર કલાર્ક તરીકે પસંદ કરાયાં છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં કાર્યરત ઉમેદવારે કરેલી આરટીઆઈમાં માહિતી મેળવવામાં આવતાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં ભરતી કૌભાંડમાં બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ ભાવના દવે સામે અનેક મોટા આરોપ થઈ રહ્યા છે. ટેન્ડર વગર જ ભત્રીજાની કંપનીને પરીક્ષાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મોબાઈલ એપથી ભરતી પ્રક્રિયા યોજી હતી. જેમાં આ કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દાને લઈને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ફરિયાદ કરાઈ છે. એટલું જ નહીં, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પ્રકાશન અધિકારી આનંદ ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે. જેમણે જણાવ્યું છે કે હાલ એક કમિટી સમગ્ર ઘટનાની તપાસ કરી ગઈ છે. ગ્રંથ નિર્માણ બોર્ડે પુરાવા આપ્યા છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનાં ઉપાધ્યક્ષપદે પૂર્વ મેયર અને પૂર્વ એમએલએ ભાવના દવે કાર્યરત છે. તેમણે બોર્ડમાં સિનિયર-જુનિયર કલાર્કની જગ્યા શિક્ષણમંત્રી પાસે મંજૂર કરાવી 9 મહિના પહેલાં મોબાઇલ એપ્લિકેશનથી ભરતી કરી હતી. પોતાના જ સગા ભત્રીજાની કંપનીને ટેન્ડરપ્રક્રિયા હાથ ધર્યા વગર આ પરીક્ષાનો કોન્ટ્રેકટ આપ્યો હતો.
આ પરીક્ષા SHOOLINDESIGH PVT LTD દ્વારા લેવામાં આવી હતી. આરટીઆઈમાં કંપનીને કેટલો ખર્ચ ચૂકવ્યો એની માહિતી આપવામાં આવી નથી. પરીક્ષામાં કુલ 2200 અરજી આવી હતી, એ પૈકી 1600 ઉમેદવારે પરીક્ષા આપી હતી. 130 ઉમેદવાર પાસ થયા છતાં 50ને ઇન્ટરવ્યુમાં બોલાવાયા હતા. ભરતીને 9 મહિનાનો સમય વીત્યો છતાં વેબસાઇટ પર આજદિન સુધી પરિણામ પણ મૂકવામાં આવ્યું નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x