ભારત, ચીન અને રશિયા પોતાની હવાની ગુણવત્તાની કાળજી લેતા નથી: ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ જો બિડેન વચ્ચે શુક્રવારે (સ્થાનિક સમય પ્રમાણે ગુરુવારે 9.30 વાગ્યે) છેલ્લી પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ હતી. જેમાં ટ્રમ્પે ભારતને ગંદુ ગણાવ્યું હતું. ક્લાઈમેટ ચેન્જ પર પોતાની વાત મૂકતા તેમણે કહ્યું કે, ચીન અને રશિયા પણ હવા ખરાબ કરવા માટે જવાબદાર છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતની રાજધાની દિલ્હીના અલીપુર વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 400 ને પાર પહોંચી ગયો છે.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકામાં સૌથી ઓછું કાર્બન ઉત્સર્જન છે. ટ્રમ્પે આની પહેલાં પણ જળવાયુ પરિવર્તનના મુદ્દે ચીન અને રશિયાની સાથો સાથ ભારત પર પણ આંગળી ચીંધી હતી. તાજેતરમાં ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે,
ભારત, ચીન અને રશિયા પોતાની હવાની ગુણવત્તાની કાળજી લેતા નથી જ્યારે અમેરિકા ધ્યાન રાખે છે. તેમણે પેરિસ કરારને ‘એકતરફી, ઉર્જા બર્બાદ’ કરનાર ગણાવ્યો હતો. ટ્રમ્પે થોડાંક મહિના પહેલા ઉર્જા અંગે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ દંડાત્મક પ્રતિબંધો લાગૂ કરીને ‘વૉશિંગ્ટનના કટ્ટર-વામપંથી, સનકી ડેમોક્રેટ્સ’ એ અનેક અમેરિકન નોકરીઓ, કારખાનાઓ, ઉદ્યોગોને ચીન તથા પ્રદૂષણ ફેલાવી રહેલા બીજા દેશોને મોકલી દેત.
તેમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે આપણે આપણા વાયુ પ્રદૂષણ પર ધ્યાન રાખીએ છીએ પરંતુ ચીન તેનું ધ્યાન રાખતું નથી. જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ રહીશ ત્યાં સુધી આપણે હંમેશા અમેરિકાને પહેલાં રાખીશું. આ ખૂબ જ સીધી સાદી વાત છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમય પર આવ્યું છે જ્યારે ઠંડી વધતા દિલ્હીની હવામાં ‘ઝેર’ સતત વધતું જઇ રહ્યું છે. રાજધાનીના આકાશમાં સવારથી જ સ્મૉગ છવાય છે. દિલ્હીના અલીપુર વિસ્તારમાં તો એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર પહોંચી ગઇ છે.