ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

ગાંધીનગર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ભક્તો માટે ખૂલ્લું મુકાયું

રાજ્યમાં કોરોના મહામારીના કારણે અનેક ધર્મના મંદિરો બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈન અને અનલોક બાદ ધીમેધીમે એક પછી એક મંદિરો ખૂલી રહ્યા છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરના અક્ષરધામ મંદિરને લઈને એક મહત્વપૂર્ણ અહેવાલ મળી રહ્યા છે. ગાંધીનગર અક્ષરધામ મંદિર 25 ઓક્ટોબરે (રવિવારે) ખોલવાનો નિર્ણય કરાયો છે. પરંતુ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં સાંજે 5થી 7:30 સુધી જ દર્શન કરી શકાશે.
તેમજ સાંજે 7.15 વાગ્યે યોજાતો વોટર શો દર્શનાર્થીઓ નિહાળી શકશે. મંદિરમાં અભિષેક અને તમામ પ્રદર્શની બંધ રહેશે. આ સિવાય રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરાશે. ગાંધીનગરના અક્ષરધામ મંદિર આશરે 7 મહિનાના સમયગાળા બાદ ભક્તો માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અક્ષરધામ મંદિરમાં ભક્તોને થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેક કરી હેન્ડ સેનેટાઈઝ કર્યા બાદ માસ્ક સાથે જ લોકોને પ્રવેશ આપવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજ પાલન કરવું પડશે. મંદિરની સાથે સાથે બુક્સ- ગિફ્ટસ સ્ટોર, ગાર્ડન અને ફૂડ કોર્ટ પણ શરૂ કરવામાં આવશે.
જો કે મંદિર તરફથી હાલમાં દરેક એક્ઝિબિશન અને અભિષેક મંડપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ખાતે 19 માર્ચથી જ દર્શન, આરતી, અભિષેક, સત્સંગ વગેરે બધું જ દર્શનાર્થી ભક્તો તથા મુમુક્ષુઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ ત્યાર બાદ એવી અટકળો હતી કે 22 સપ્ટેમ્બરના રોજ અક્ષરધામ મંદિરમાં દર્શન ખુલશે પરંતુ તે સમયે પણ સ્વામિનારાયણ અક્ષરધામના સંચાલકોએ સ્પષ્ટતા કરી હતી કે જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે અક્ષરધામના દર્શન અનિશ્ચિત મુદત સુધી બંધ રાખવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x