જૂનાગઢ ગિરનાર રોપ-વેની ટિકીટનો ભાવ ઘટાડાયો
જૂનાગઢ રોપ-વે ની ટીકીટના ઊંચા દરને લઈને જૂનાગઢ શહેરમાંથી ઉઠેલા વિરોધ વંટોળથી આજે ઉષા બ્રેકો કંપનીએ નવી જાહેરાત કરી હતી, પરંતુ તે પણ જાણે લોલીપોપ સમાન હોય તેવું લાગી રહ્યું છે. ગિરનાર રોપ-વેની ટિકીટના દર નક્કી કરાયા છે. જેમાં રોપ વે બનાવના ઉષા બ્રેકોએ ભાવ ઘટાડ્યો છે, પરંતુ જીએસટીનો ઉમેરો કર્યો છે. જેથી જીએસટી સાથે રૂ.700નો ભાવ નક્કી કરાયો છે. બાળકોની ટિકીટનો દર જીએસટી સાથે રૂ.300નો થાય છે. એક પુખ્ત વ્યક્તિને રોપ-વેમાં બેસવા માટે રૂપિયા 700ની સાથે 18% અલગથી જીએસટી લેવાતું હતું. હવે નવા ભાવ 700 રૂપિયા જીએસટી સાથે લેવાશે. બાળકોની ટિકિટમાં પણ જીએસટી ઉમેર્યું છે. બાળકોની ટિકીટનો જુના ભાવ 300 + જીએસટી લેવાતા હતા. હવે નવા ભાવ માત્ર 300 રૂપિયા જીએસટી સાથે લેવાશે. ટિકિટના દરને લઈને વિરોધ ઉઠતા આ નિર્ણય લેવાયો છે.
તમને જણાવીએ કે સાપુતારા, અંબાજી, પાવાગઢ કરતા ગિરનાર રોપ વે ની સફર સૌથી મોંઘી છે. કંપનીએ જાહેર કર્યા મુજબ હવેથી પુખ્તવયના મુલાકાતીઓએ તેમના આવવા-જવાના ભાડા પેટે 18 ટકા જીએસટી સાથે 700 રૂપિયા અને બાળકોના 350 ચૂકવવાના રહેશે, જયારે એક તરફ્ની મુસાફ્રી માટે જીએસટી સાથે 400 રૂપિયા નક્કી કર્યા છે, પરંતુ આ ભાવ અને લોકાર્પણથી આજે ત્રણ દિવસ સુધી લેવાયેલા ભાવમાં માત્ર 8 રૂપિયાનો જ ફયદો જોવા મળ્યો છે. પહેલા પુખ્ય વયના લોકોની 708 અને બાળકોના 354 ટીકીટ લેવામાં આવતી હતી, હવે તેમાં માત્ર 8 રૂપિયા અને 4 રૂપિયાનો ઘટાડો જાહેર કરીને લોકોને ભરમાવાની વાત કરી રહ્યાનું જોવા મળી રહ્યું છે. અંતે રવિવારે જયારે લોકો માટે રોપ વે ખુલ્લો મુકવામાં આવ્યો તે દિવસે ટીકીટ બારીએ લોકોને માલુમ પડયું કે એક વ્યક્તિના 708 અને 21 દિવસ પછી 826 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. છેક સુધી સરકાર અને એજન્સી એકબીજા પર ખો આપતી જોવા મળી હતી.