ગાંધીનગરગુજરાત

રાજ્ય સરકારે જાહેર કર્યું વર્ષ ૨૦૨૧ની જાહેર રાજાઓનું લીસ્ટ

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021ની જાહેર રજાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ જાહેરાત કરી છે. જેમાં 22 દિવસની જાહેર રજાઓ જાહેર કરી છે, જ્યારે ચાર રજા રવિવારે આવતી હોવાથી જાહેર કરવામાં આવી નથી. આ સિવાય શનિ અને રવિવારે કુલ 7 જાહેર રજાઓ આવી રહી છે.
રવિવારે આવનાર રજાઓમાં મહાવીર જન્મ જયંતિ (25 એપ્રિલ 2021, રવિવાર), સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ, રવિવાર), રક્ષા બંધન (22 ઓગસ્ટ, રવિવાર) અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ (31 ઓક્ટોબર, રવિવાર) આ ચાર જાહેર રજાઓ રવિવારના દિવસે આવે છે. આ ચાર રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને જાહેર રજાઓની લિસ્ટમાં સમાવેશ નથી કરાયો. જોકે, શનિવારે આવતી રજાઓને 22 રજાઓના લિસ્ટમાં સામેલ કરાઈ છે. જ્યારે શનિવારે આવનાર રજાઓમાં ગાંધી જયંતિ( 2 ઓક્ટોબર, શનિવાર), ભાઈબીજ ( 6 નવેમ્બર , શનિવાર) અને ક્રિસમસ (25 ડિસેમ્બર, શનિવાર) આ ત્રણ જાહેર રજાઓ આવે છે.
ગુજરાત સરકારે 44 મરજીયાત રજાઓની પણ જાહેરાત કરી છે. જેમાં પણ આઠ રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને મરજીયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી. સરકારી કર્મચારીઓ પોતાની પસદંગી પ્રમાણે ધાર્મિક બાધ વિના તેહવારના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજીયાત રજાઓ ભોગવી શકશે. જેના માટે કર્મચારીએ અગાઉતી લેખિત અરજી કરવી જોઇશે અને જેને યોગ્ય અધિકારી સરકારી કામકાજની અગત્યતા જોઇને પરવાનગી આપશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x